For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેં મારી મરજીથી પીએમ વિરુદ્ધ બોલ્યું છે: રાધિકા વેમુલા

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રોહિત વેમુલાની મૌત પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રોહિત વેમુલાની મૌત પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે રાજનૈતિક લાભ માટે રોહિત વેમુલાની માતાને લાલચ આપવામાં આવી છે. કેટલાક દળ રોહિત વેમુલાની મૌત પર રાજનીતિ ચમકાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સમાજનો દરેક વ્યક્તિ અમારા માટે મહત્વનો છે. દરેકનો સાથે અને દરેકનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. હવે ફરી એકવાર રોહિત વેમુલાની માતા ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

piyush goyal

રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વાત સાચી છે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે મને પૈસા આપવાનું વચન આપ્યું છે. પરંતુ તેમને મારો રાજનૈતિક લાભ લેવાની કોશિશ નથી કરી. મેં મારી મરજીથી પીએમ વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને જરૂર પડશે તો ફરી આપીશ.

રાધિકા વેમુલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે અમને 2.5 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા. જેમાથી એક ચેક બાઉન્સ થઇ ગયો. અમે તેમને આ બાબતે જણાવ્યું, ત્યારે તેમને જણાવ્યું કે તેઓ સીધા ઘરે આવીને જ પૈસા આપી જશે જેથી અમે ઘર ખરીદી શકીયે.

આપણે જણાવી દઈએ કે રોહિત વેમુલાની માતાએ હાલમાં જ આરોપ લગાવતા જણાવ્યું હતું કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે તેમના પરિવારને ઘર બનાવવા માટે 20 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમને પોતાનું વચન પૂરું કર્યું નહીં. આ મુદ્દા પર ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો.

English summary
Radhika Vemula, Rohith Vemula mother reacts after piyush goyal press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X