For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે દેશમાં કટ્ટરતાએ એક નવુ રૂપ ધારણ કરી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે દેશમાં કટ્ટરતાએ એક નવુ રૂપ ધારણ કરી લીધુ છે. જનરલ રાવત બુધવારે રાયસીના ડાયલૉગ 2019માં બોલી રહ્યા હતા. અહીં તેમણે આ નિવેદન આપ્યુ. જનરલ રાવતની માનીએ તો યુવાનોને ખોટી જાણકારી આપીને કટ્ટરતા તરફ ધકેલવામાં આવી રહ્યા છે. તેમને ધર્મના નામે ભડકાવામાં આવી રહ્યા છે અને હવે આ એક નવા પ્રકારનું યુદ્ધ બની ચૂક્યુ છે. આ સાથે તેમણે અહીં સોશિયલ મીડિયાના વધતા નકારાત્મક પ્રભાવ વિશે પણ વાત કરી.

general bipin rawat

જનરલ રાવતે કહ્યુ કે જમ્મુ કાશ્મીરના યુવાનોના દિમાગમાં ખોટી જાણકારીઓ નાખવામાં આવી રહી છે. તેમને ધર્મના નામે ભડકાવામાં આવી રહ્યા છે અને કટ્ટરતાના રસ્તે વાળવામાં આવી રહ્યા છે. જનરલ રાવતના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા આ હેતુમાં સૌથી વધુ કારગત સાબિત થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે આ પ્લેટફોર્મ દ્વારા આતંકી સંગઠનોને ફંડ સરળતાથી મળી જાય છે.

જનરલ રાવતે કહ્યુ, 'સૌથી મોટો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કટ્ટરતાનો પ્રસાર કોઈ ખોટી માહિતી દ્વારા ન થાય.' જનરલ રાવતની માનીએ તો સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરતાનો પ્રચાર કરીને ફંડ ભેગુ કરવુ આજકાલ આતંકી સંગઠનો માટે સૌથી મોટુ કારણ બની ગયા છે.

આ પણ વાંચોઃ 'પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતઆ પણ વાંચોઃ 'પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત

English summary
Radicalisation has taken a different form in our country says army chief General Bipin Rawat at Raisina Dialogue 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X