For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલઃ અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ કોંગ્રેસ નેતાને મોકલી નોટિસ

રિલાયન્સ કંપની તરફથી જયવીર શેરગિલને નોટિસ મોકલવામાં આવી છે જેમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી છે કે તે બોલતી વખતે ગંભીરતાથી વ્યવહાર કરે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ ડીલ મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાની કોશિશ કરતા રહે છે. તેમણે પોતાના સંબોધન અને ટ્વિટ દ્વારા ઘણી વાર કેન્દ્ર સરકાર પર અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સાથે સાથે પક્ષના પ્રવકતા પણ પ્રેસ કોન્ફરન્સ કરતા રહ્યા છે. આવી જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગિલ કંઈક એવુ બોલી ગયા જેનાથી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર તેનાથી નારાજ થઈ ગયુ છે. આટલુ જ નહિ કંપની તરફથી જયવીર શેરગિલને નોટિસ મોકલવામાં આવી છે જેમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી છે કે તે બોલતી વખતે ગંભીરતાથી વ્યવહાર કરે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે મોકલી નોટિસ

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે મોકલી નોટિસ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ડિફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે કોંગ્રેસ પ્રવકાત જયવીર શેરગિલને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં કડક શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે જયવીર શેરગિલ તે જ મુદ્દાઓ પર વાત કરે જેને માટે તેમની પાસે પુરાવાઓ હોય, જો તેમ આમ નહિ કરે ચો તેમને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે.

જયવીર શેરગિલને મોકલવામાં આવી નોટિસ

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી મોકલાયેલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે અભિવ્યક્તિ અને બોલવાની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે બિનજવાબદાર રીતે વ્યવહાર કરો. આનો અર્થ એ નથી કે તમે તમારા રાજકીય હિતોને અનુરૂપ ખોટી, ભ્રામક અને બકવાસ નિવેદનબાજી કરો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી મોકલાયેલ નોટિસમાં ઘણા કોંગ્રેસી નેતાઓના નામ શામેલ છે જેમાં રણમદીપ સૂરજેવાલ, અશોક ચવ્વાણ, સંજય નિરુપમ, અનુગ્રહ નારાયણ સિંહના નામ છે. આ ઉપરાંત ઓમન ચાંડી, શક્તિસિંહ ગોહિલ, અભિષેક મનુ સિંઘવી, સુનીલ કુમાર જાખડ અને પ્રિયંકા ચતુર્વેદી અંગે કહ્યુ છે કે તે પણ રિલાયન્સની વિરુદ્ધમાં ખોટા, ભ્રામક નિવેદનો આપવામાં શામેલ છે.

રાહુલ ગાંધી સતત ઉઠાવતા રહ્યા છે રાફેલ ડીલનો મુદ્દો

રાહુલ ગાંધી સતત ઉઠાવતા રહ્યા છે રાફેલ ડીલનો મુદ્દો

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી ઉઠાવાયેલા રાફેલ ડીલ મુદ્દા પર આરોપોનો જવાબ આપતા સોમવારે અનિલ અંબાણીએ તેમને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યુ કે કેટલાક કોર્પોરેટ પ્રતિદ્વંદીઓ આ મુદ્દે પોતાની દુર્ભાવનાપૂર્ણ નિહિત સ્વાર્થોના કારણે કોંગ્રેસ પક્ષને ગુમરાહ કરી રહ્યા છે. પત્રમાં તેમણે લખ્યુ કે રાફેલ ડીલ વિશે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ અંગે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યોઆ પણ વાંચોઃ રાફેલ ડીલ અંગે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

English summary
Rafale: Congress Leader Jaiveer Shergill receives a cease desist notice from Anil Ambani Reliance Infrastructure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X