For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ માટે રિલાયન્સને સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યુઃ દસોલ્ટ

રાફેલ ડીલ અંગે જે રીતે ફ્રાંસની ઈન્વેસ્ટીગેટિવ જનરલ મીડિયાપાર્ટની રિપોર્ટ સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દસોલ્ટની આ ડીલ કરવા માટે રિલાયન્સની ભાગીદારી જરૂરી હતી.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે જે રીતે ફ્રાંસની ઈન્વેસ્ટીગેટિવ જનરલ મીડિયાપાર્ટની રિપોર્ટ સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દસોલ્ટની આ ડીલ કરવા માટે રિલાયન્સની ભાગીદારી જરૂરી હતી. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સતત આ મુદ્દે સરકારે ઘેરાતી જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન દસોલ્ટ તરફથી આ સમગ્ર મામલે પ્રેસ રીલિઝ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ડીલ સંપૂર્ણપણે સ્વતંત્ર ડીલ હતી.

rafale

દસોલ્ટ એવિએશન તરફથી જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે દસોલ્ટ એવિએશને સ્વતંત્ર રીતે ભારતના રિલાયન્સ ગ્રુપ સાથે આ ડીલ કરી હતી. આ ભાગીદારી સમજૂતી દસોલ્ચ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેજ 10 ફેબ્રુઆરી 2017 ના રોજ કરવામાં આવી હતી. આ સાથે અન્ય સમજૂતીઓ પણ અન્ય કંપનીઓ સાથે કરવામાં આવી હતી જેમાં બીટીએસએલ, ડીઈએફએસવાઈએસ, કાઈટેનિક, મહિન્દ્રા, મેની, સમટેલ વગેરે પણ શામેલ છે. સાથે અન્ય ડીલ પર લગભગ 100 અન્ય સક્ષમ પાર્ટનર્સ સાથે વાત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ કિંમતો ઘટાડવામાં સરકાર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થયાંઆ પણ વાંચોઃ કિંમતો ઘટાડવામાં સરકાર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થયાં

જોવા જેવી વાત એ છે કે દસોલ્ટ તરફથી આપવામાં આવેલ આ લેટેસ્ટ નિવેદન ભારતના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણાના ફ્રાંસ પ્રવાસ બાદ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે નિર્મલા સીતારમણ 36 રાફેલ જેટની સપ્લાયનું નિરીક્ષણ કરશે. ભારત તરફથી ભારતીય એરફોર્સને 58 હજાર કરોડ રૂપિયાના 36 રાફેલ જેટ આપવાનો કરાર થયો છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ સમગ્ર ડીલ અંગે મોદી સરકાર સતત વિપક્ષના નિશાને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત સરકાર પર હુમલા કરી રહ્યા છે.

English summary
Rafale deal Dassault aviation says it chose reliance defence freely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X