For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર જેટલીએ આપ્યા જવાબ, કહ્યુ- ‘રાહુલ ગાંધી 7 વાર ખોટુ બોલ્યા'

અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર ખોટુ બોલવાનો આરોપ લગાવતા કહ્યુ કે તે પોતે 7 વાર અલગ અલગ ભાવ બતાવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

નાણાં મંત્રાલયનો કાર્યભાર ફરીથી સંભાળ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં અરુણ જેટલીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા આરોપો પર પણ વાત કરી અને કહ્યુ કે તેમના વાતો સાંભળીને લાગે છે કે આ ડીલની કેટલી ઓછી જાણાકારી છે કોંગ્રસ અધ્યક્ષને. અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર ખોટુ બોલવાનો આરોપ લગાવતા કહ્યુ કે તે પોતે 7 વાર અલગ અલગ ભાવ બતાવી ચૂક્યા છે.

રાફેલ અંગે રાહુલ પર જેટલીનો હુમલો

રાફેલ અંગે રાહુલ પર જેટલીનો હુમલો

રાફેલ ડીલ પર વાત કરતા અરુણ જેટલીએ કહ્યુ કે કોંગ્રેસે જે પણ આરોપ લગાવ્યા છે તે તથ્યાત્મક રીતે ખોટા છે. તેમણે રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યુ કે તે જે રીતે વાત કરી રહ્યા છે એ બધુ માત્ર પ્રાઈમરી સ્કૂલના સ્તરની ડિબેટ છે. વળી, તેમણે એ પણ કહ્યુ કે પહેલાના મુકાબલે રાફેલ સોદો 9% સસ્તમાં થયો છે. શું કોંગ્રેસને આ વાત ખબર છે? તેમણે કહ્યુ કે આ ડીલ બે દેશો વચ્ચે હતી અને એમાં કોઈ ત્રીજુ શામેલ નહોતુ. તેમણે કહ્યુ કે કોંગ્રેસ દેશની જનતાને વારંવાર મૂર્ખ નહિ બનાવી શકે.

આ પણ વાંચોઃઆપ છોડ્યા બાદ આશુતોષે ખોલ્યો પોતાનો ગુપ્તા હોવાનો રાઝઆ પણ વાંચોઃઆપ છોડ્યા બાદ આશુતોષે ખોલ્યો પોતાનો ગુપ્તા હોવાનો રાઝ

‘કોંગ્રેસે ડીલમાં કેમ મોડુ કર્યુ?'

‘કોંગ્રેસે ડીલમાં કેમ મોડુ કર્યુ?'

અરુણ જેટલીએ કહ્યુ, ‘'રાહુલ કહે છે કે અમે 500 કરોડથી થોડા જ વધુ આપ્યા જ્યારે આપ 1600 કરોડથી આપી રહ્યા છો. આ તર્કોથી ખબર પડે છે કે ડીલ અંગે તેમની સમજ કેટલી ઓછી છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી બતાવે કે આ ડીલમાં આટલુ મોડુ કેમ થયુ? યુપીએ સરકારે રાફેલ ડીલને ઠંડી બેગમાં કેમ નાખી દીધી? દસ વર્ષો સુધી આ ડીલને કેમ લટકાવી રાખી?

‘રાહુલ 7 વાર ખોટુ બોલ્યા'

‘રાહુલ 7 વાર ખોટુ બોલ્યા'

રાહુલના સવાલો પર જેટલીએ કહ્યુ કે તે પોતે જ 7 વાર અલગ અલગ ભાષણોમાં અલગ ભાવ બતાવે છે. જયપુરમાં એક જ સ્પીચમાં તેમણે 520 કરોડ અને 540 કરોડનો આંકડો કહ્યો જ્યારે હૈદરાબાદમાં તેમણે 526 કરોડનો આંકડો બતાવ્યો. આનાથી તેમના નિવેદનોની સત્યતા માલુમ થાય છે. જેટલીએ કહ્યુ કે સત્યનું એક વર્ઝન હોય છે જ્યારે જૂઠના ઘણા વર્ઝન હોય છે અને રાહુલ ગાંધી માત્ર જૂઠ બોલી રહ્યા છે.

જેટલીએ રાહુલ પાસે માંગ્યો જવાબ

જેટલીએ રાહુલ પાસે માંગ્યો જવાબ

રાહુલ ગાંધીના આરોપો પર જેટલીએ એક એક કરીને બધા સવાલોના જવાબ આપ્યા. વળી, અરુણ જેટલીએ કહ્યુ કે રાહુલ ગાંધીની નિવેદનબાજી રાષ્ટ્રીય હિતોને નુકશાન પહોંચાડનારી છે. તથ્યો વિના જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે આશા છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ બધા સવાલોના જવાબ આપશે.

આ પણ વાંચોઃનોટબંધી પર RBI નો ખુલાસોઃ 500, 1000 ની 99% બંધ નોટો પાછી આવી<br />આ પણ વાંચોઃનોટબંધી પર RBI નો ખુલાસોઃ 500, 1000 ની 99% બંધ નોટો પાછી આવી

English summary
Rafale deal: fm Arun Jaitley says Congress claim on pricing is factually false
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X