For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 10મી ઓક્ટોબરે થશે સુનાવણી

રાફેલ ડીલનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 10મી ઓક્ટોબરે થશે સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ભારત અને ફ્રાંસ વચચે થયેલ રાફેલ ફાઈટર જેટ ડીલને લઈને સુપ્રીમ કોર્ટના વકીલે જનહિતની અરજી દાખલ કરી છે જેના પર 10મી ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજી દ્વારા રાફેલની કિંમને સાર્વજનિક કરવાની માગણી કરવામાં આવી છે.

supreme court

રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત ઢાંડાએ અરજી દાખલ કરતા આ માગણી કરી છે કે બંને દેશ વચ્ચે શું સમજૂતી થઈ તે સાર્વજનિક કરવી જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટના વકીલે એવી પણ માગણી કરી કે રાફેલની વાસ્તવિક કિંમત પણ સાર્વજનિક કરવામાં આવે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે કોર્ટ કેન્દ્ર સરકાર પાસેથી આ સંબંધમાં રિપોર્ટ માગે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં જસ્ટિસ એસકે કૌલ અને કેએમ જોસેફે આ અરજી પર 10મી ઓક્ટોબરે સુનાવણી કરશે.

રાફેલ ડીલને લઈને કોંગ્રેસ આક્રમક
જણાવી દઈએ કે રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાછલા કેટલાય મહિનાઓથી આોપ લગાવી રહ્યા છે કે મોદી સરકારે ફ્રાંસ સાથે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની જે ડીલ કરી છે એની કિંમત પહેલાની યૂપીએ સરકાર દરમિયાન જે કિંમત હતી તેનાથી ક્યાંય વધારે છે. રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આ ડીલમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવી રહી છે અને આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો- જળસમાધી લેવા નીકળેલા કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત

English summary
Rafale deal: Supreme Court to hear plea on October 10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X