For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલઃ રાહુલ ગાંધીની જેપીસી માંગ કેમ નથી માની રહી મોદી સરકાર?

આખરે એવુ શું કારણ છે જેના લીધે મોદી સરકાર કોંગ્રેસની જેપીસી માંગ પર ધ્યાન આપતી નથી?

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. એરક્રાફ્ટ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને કોંગ્રેસ અધ્યક્ષે આનુ સત્ય સામે લાવવા માટે રાફેલ સોદાની તપાસ જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી (જેપીસી) પાસે કરાવવાની માંગ કરી છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે સરકાર જેપીસી તપાસની માંગ માટે કેમ તૈયાર થતી નથી? બીજી તરફ ભાજપ રાહુલ ગાંધીના આરોપો પર સતત પલટવાર કરી રહી છે. જો કે જેપીસી માંગ મુદ્દે પાર્ટી હજુ પણ કંઈ કહેતી નથી. આખરે એવુ શું કારણ છે જેના લીધે મોદી સરકાર કોંગ્રેસની જેપીસી માંગ પર ધ્યાન આપતી નથી?

રાફેલ ડીલમાં રાહુલ ગાંધીની જેપીસી માંગનું આ છે સાચુ કારણ

રાફેલ ડીલમાં રાહુલ ગાંધીની જેપીસી માંગનું આ છે સાચુ કારણ

જેપીસી તપાસના ઈતિહાસને જોઈએ તો એ માલુમ પડે છે કે તે વાસ્તવમાં વિપક્ષી પાર્ટીઓ માટે એક મહત્વના રાજકીય હથિયાર સાબિત થયા છે. આ ગજબ સંજોગ છે કે જ્યારે પણ કોઈ મામલાની તપાસ માટે સંસદીય તપાસ સમિતિ (જેપીસી) ની રચના કરવામાં આવી, તત્કાલિન સરકાર સત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આ જ કારણ છે કે રાફેલ ડીલમાં જેપીસીની રાહુલ ગાંધીની માંગ અંગે મોદી સરકાર ગંભીર નથી જોવા મળી રહી.

આ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટમાં કલમ 35એ પર સુનાવણી ટાળવા માટે આપવામાં આવ્યા આ તર્કઆ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટમાં કલમ 35એ પર સુનાવણી ટાળવા માટે આપવામાં આવ્યા આ તર્ક

જેપીસીના બહાને મોદી સરકારને ઘેરવાનો છે પ્લાન

જેપીસીના બહાને મોદી સરકારને ઘેરવાનો છે પ્લાન

દેશની રાજનીતિમાં હજુ સુધી 6 તક આવી જ્યારે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવામાં આવી. આમાં સૌતી પહેલા 1987 માં બોફોર્સ ગોટાળા અંગે જેપીસીની રચના કરવામાં આવી. ત્યારબાદ 1992 માં હર્ષદ મહેતા શેર માર્કેટ ગોટાળો, 2001 નો કેતન પારેખ શેર માર્કેટ ગોટાળો, 2003 માં સોફ્ટ ડ્રિંકમાં કીટનાશક મળવાના મામલામાં જેપીસીની રચના કરવામાં આવી. ત્યારબાદ ગઈ યુપીએ સરકાર દરમિયાન 2011 માં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી ગોટાળો અને 2013 માં વીવીઆઈપી હેલીકોપ્ટર ગોટાળા મામલે પણ જેપીસીની રચના કરવામાં આવી. બીજી તરફ ભાજપે 2014 ની લોકસભા ચૂંટણીમાં યુપીએ-2 દરમિયાન 2જી અને વીવીઆઈપી હેલીકોપ્ટર ગોટાળા મામલે ખૂબ હોબાળો કર્યો. આની અસર ચૂંટણી પરિણામોમાં દેખાઈ.

2019 ની સામાન્ય ચૂંટણીમાં મહત્વનો હશે રાફેલ ડીલનો મુદ્દો

2019 ની સામાન્ય ચૂંટણીમાં મહત્વનો હશે રાફેલ ડીલનો મુદ્દો

હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે તેની પાછળ તેમની રણનીતિ સ્પષ્ટ છે. વાસ્તવમાં 2019 માં લોકસભા ચૂંટણી છે. એવામાં જો આ મામલે જેપીસીના રચના થાય તો આનાથી સત્તા પક્ષ સામે વિપક્ષી દળ એક માહોલ બનાવવામાં સફળ થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ પક્ષ જેપીસીની માંગનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવશે. પક્ષને આશા છે કે 2014 માં જે રીતે 2જી અને વીવીઆઈપી ચોપર ગોટાળાએ ચૂંટણી પર અસર પાડી એ રીતે 2019 માં રાફેલ ડીલ પણ મહત્વનો ચૂંટણી મુદ્દો બની શકે છે. જો કે કોંગ્રેસની આ રણનીતિ કેટલી સફળ થાય છે તે તો આગામી લોકસભા ચૂંટણીમાં જ જોવા મળશે.

આ પણ વાંચોઃરૂપિયામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો, 28 પૈસા ઘટીને 71.02 નો થયો 1 ડૉલરઆ પણ વાંચોઃરૂપિયામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો, 28 પૈસા ઘટીને 71.02 નો થયો 1 ડૉલર

English summary
Rafale deal: Why Modi government is not accepting Rahul Gandhi's JPC Probe Demand?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X