For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી નાની પાર્ટીએ દિલ્લી એમસીડી ચૂંટણીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપને હરાવી દીધીઃ રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, 'ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી હતી, તેને સાફ કરવામાં આવશે અને એમસીડીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બનશે.'

|
Google Oneindia Gujarati News

Delhi MCD Election Results 2022: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેના પરિણામો આવવા શરુ થઈ ગયા છે. આપે અત્યાર સુધીમાં 106 સીટો અને ભાજપે 84 સીટો જીતી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનુ નિવેદન સામે આવ્યુ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, 'ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી હતી, તેને સાફ કરવામાં આવશે અને એમસીડીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બનશે.'

raghav chaddha

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દિલ્લી એમસીડીના મેયર આમ આદમી પાર્ટી(AAP)ના હશે. દિલ્લીના લોકોએ આપને એમસીડીમાં લાવવાનો નિર્ણય લીધો હતો. જેથી દિલ્લી સ્વચ્છ અને સુંદર બને. અરવિંદ કેજરીવાલે દિલ્લીની જનતાએ આપેલી જવાબદારી નિભાવી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી અમારી પાસે આવશે પછી સાફ-સફાઈ થશે, દિલ્લી સુંદર બનશે.

વધુમાં તેમણે કહ્યુ કે ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી છે, તેને સાફ કરવામાં આવશે. મહાનગરપાલિકાની પ્રથમ અને બંધારણીય જવાબદારી સ્વચ્છતાની છે. એટલુ જ નહિ ચઢ્ઢાએ કહ્યુ કે થોડી રાહ જુઓ. દુનિયાની સૌથી નાની પાર્ટીએ દિલ્લીની ચૂંટણીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીને હાર આપી છે. આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે. દિલ્લીની જનતાએ આમ આદમી પાર્ટીને પોતાનો પ્રેમ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 106 સીટો જીતી છે અને 26 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપે 84 સીટો જીતી છે અને 20 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે 5 સીટો જીતી છે. અપક્ષ ઉમેદવારે 1 સીટ જીતી છે

English summary
Raghav Chadha says World's smallest party defeats world's largest party BJP in Delhi MCD elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X