For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની તુલના સીટ બેલ્ટ સાથે કરી

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદોના સમાચાર સાર્વજનિક થયા બાદ આ મામલે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદોના સમાચાર સાર્વજનિક થયા બાદ આ મામલે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની પ્રતિક્રિયા સામે આવી છે. રઘુરામ રાજને કહ્યુ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ગાડીઓમાં લાગેલા સીટ બેલ્ટની જેમ છે. તેના વિના તમે એક્સિડન્ટના શિકાર બની શકો છો. સીએનબીસી-ટીવી 18 સાથે વાત કરતા આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યુ કે કેન્દ્રીય બેંકના મહત્વને પુનઃસ્થાપિત કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે આરબીઆઈને રાષ્ટ્રીય સંસ્થા રૂપે સંરક્ષિત કરવી જોઈએ. રાજને આગળ કહ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી જે રીતે નાણા મંત્રાલય અને આરબીઆઈ વચ્ચે તકરારના સમાચારો સામે આવ્યા તે હવે આગળ ન વધારવા જોઈએ.

આ પણ વાંચોઃ કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડ્યો દમ, ભાજપને ઝટકોઆ પણ વાંચોઃ કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડ્યો દમ, ભાજપને ઝટકો

આરબીઆઈ ગાડીઓમાં લાગેલા સીટ બેલ્ટની જેમ

આરબીઆઈ ગાડીઓમાં લાગેલા સીટ બેલ્ટની જેમ

સીએનબીસી-ટીવી 18 સાથે વાત કરતા આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ કે એક વાર જ્યારે તમે ગવર્નર કે ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરી લો તો તમારે તેની વાત સાંભળવી જોઈએ. તેમણે આરબીઆઈની સ્વાયત્તાના સમર્થનમાં વિરલ આચાર્યની ચેતવણીની પણ પ્રશંસા કરી છે. રાજને કહ્યુ કે જો બંને પક્ષો એકબીજાના ઈરાદાનું સમ્માન કરે તો નાણાં મંત્રાલય અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલા મતભેદોને ખતમ કરી શકાય છે. તેમણે કહ્યુ કે સરકારને કેન્દ્રીય બેંક સામે પોતાની વાત રાખવી જોઈએ. ત્યારબાદ નિર્ણય કેન્દ્રીય બેંક પર છોડી દેવો જોઈએ.

આરબીઆઈ વિ. કેન્દ્ર સરકાર બોલ્યા રઘુરામ રાજન

આરબીઆઈ વિ. કેન્દ્ર સરકાર બોલ્યા રઘુરામ રાજન

રઘુરામ રાજને કહ્યુ કે આરબીઆઈ બોર્ડનો ઉદ્દેશ્ય સંસ્થાની રક્ષા કરવાનો છે નહિ કે કોઈ બીજાના હિતોના હિસાબથી ચાલવાનો કે પછી તેમની સેવા કરવાનો. જો સરકાર કોઈ નિર્ણય લેવા માટે કહી રહી છે તો આરબીઆઈ પાસે તેના ઈનકારનો અધિકાર છે. તેમણે કહ્યુ કે કેન્દ્રીય બેંક પર દબાણ નાખવુ કે પછી મતભેદ રાખવો કોઈ પણ અર્થ વ્યવસ્થા માટે સારુ નથી રહ્યુ.

કેન્દ્ર અને આરબીઆઈએ પરસ્પરની ઈચ્છાનો આદર કરવો જોઈએ

કેન્દ્ર અને આરબીઆઈએ પરસ્પરની ઈચ્છાનો આદર કરવો જોઈએ

કેન્દ્રીય બેંકની સ્વાયત્તાના મુદ્દે આબીઆઈ અને કેન્દ્ર વચ્ચે વિવાદ થોડા દિવસો પહેલા સાર્વજનિક રીતે સામે આવ્યો હતો. જો કે રાજને એ જરૂર કહ્યુ કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ બંનેએ એકબીજાની ઈચ્છાનો આદર કરવો જોઈએ.

ફુગાવો ઓછો રાખવાનો શ્રેય આરબીઆઈને

ફુગાવો ઓછો રાખવાનો શ્રેય આરબીઆઈને

રઘુરામ રાજને આગળ કહ્યુ કે ફુગાવો અને સરકાર મામલે ભારત એક સારી સ્થિતિમાં છે. ફુગાવાને ઓછો રાખવાનો પૂરો શ્રેય ક્યાંકને ક્યાંક આરબીઆઈને આપવો જોઈએ. દેશના કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (સીએડી) ની વધતી ચિંતાઓને ઉઠાવતા કહ્યુ કે બીજા દેશોની તુલનામાં તે ઘણો ઝડપથી વધી રહ્યો છે. ભારત દુનિયાના ઘણા દેશોની તુલનામાં ઘણો ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ PNB Scam: મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની EDએ કરી ધરપકડઆ પણ વાંચોઃ PNB Scam: મેહુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીની EDએ કરી ધરપકડ

English summary
Raghuram Rajan Compares RBI to Seat Belt, Says 'Without it You Can Get into an Accident'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X