For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત

અલીગઢ બાળકી હત્યા કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને બાળકીના પરિવારજનો માટે ન્યાયની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

યુપીના અલીગઢમાં 2 વર્ષની માસુમ બાળકીની નિર્દયતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના સમાચારે આખા દેશને હચમચાવી મૂક્યો છે. અહીં ચાર દિવસથી ગુમ માસુમ બાળકીનું શબ કચરાના ઢગલામાં પડેલુ મળ્યુ હતુ. પરિવારજનોએ બાળકી સાથે રેપની આશંકા વ્યક્ત કરી છે. અલીગઢના ટપ્પલ વિસ્તારમાં બનેલી હ્રદય કંપાવી દેતી આ ઘટના બાદ વિસ્તારના લોકો ગુસ્સામાં છે અને લોકો દોષિતોની ધરપકડ માટે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને બાળકીના પરિવારજનો માટે ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચોઃ અર્જૂન કપૂરે પોસ્ટ કર્યો બાળપણનો ફોટો તો મલાઈકાએ આ રીતે કર્યુ રિએક્ટઆ પણ વાંચોઃ અર્જૂન કપૂરે પોસ્ટ કર્યો બાળપણનો ફોટો તો મલાઈકાએ આ રીતે કર્યુ રિએક્ટ

‘વિચારીને જ હ્રદય કાંપી જાય છે'

‘વિચારીને જ હ્રદય કાંપી જાય છે'

અલીગઢની ઘટના વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘અલીગઢની માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય અને જધન્ય ઘટનાએ હલાવી દીધી છે. આપણે આ કેવો સમાજ બનાવી રહ્યા છે? બાળકીના માતાપિતા પર શું ગુજરી રહી છે એ વિચારીને હ્રદય કંપી જાય છે. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.' વળી, રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યુ, ‘યુપીના અલીગઢમાં એક માસુમ બાળકીની નૃશંસ હત્યાએ મને ઝંઝોળી દીધી છે. કોઈ પણ વ્યક્તિ આટલી નિર્દયતાથી કોઈ બાળકી સાથે આવુ કેવી રીતે કરી શકે છે? આ ક્રૂર ગુના માટે દોષિતોને છોડવામાં નહિ આવે. હત્યારાઓને સજા અપાવવા માટે યુપી પોલિસે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ.'

એસઆઈટીની રચના

તમને જણાવી દઈએ કે અલીગઢના ટપ્પલ વિસ્તારમાં એક બાળકી છેલ્લા ચાર દિવસથી ગુમ થઈ ગઈ હતી. ગયા રવિવારે તેનુ શબ એક કચરાના ઢગલામાં પડેલુ મળી આવ્યુ. બાળકીના હાથપગ કાપ્યા બાદ બાળીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાળકીનું શબ જોઈને વિસ્તારમાં લોકોનો ગુસ્સો ભડકી ગયો અને તેમણે શબને પોલિસ સ્ટેશન સામે રાખીને રસ્તા પર ચક્કાજામ કરી દીધુ. પરિવારજનોએ બાળકી સાથે રેપની પણ આશંકા વ્યક્ત કરી. વળી, અલીગઢ પોલિસે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરી દીધી છે. પોલિસે કહ્યુ છે કે તે વહેલી તકે દોષિતોને પકડી લેશે.

પૉક્સો એક્ટ પણ લાગશે

પૉક્સો એક્ટ પણ લાગશે

કેસ વિશે આનંદ કુમાર, એડીજી (લૉ એન્ડ ઑર્ડર) એ કહ્યુ કે અલીગઢના એસપી ગ્રામીણના નેતૃત્વમાં આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત એસઆઈટીમાં ફોરેન્સિક સાયન્સ ટીમ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને વિશેષજ્ઞોની એક ટીમને પણ શામેલ કરવામાં આવી છે. એસઆઈટી ફાસ્ટ ટ્રેસના આધારે કેસની તપાસ કરશે. આ કેસમાં પૉક્સો એક્ટની કલમ પણ જોડવામાં આવશે. અલીગઢની આ ઘટના વિશે બોલિવુડના કલાકારોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતા અભિષેક બચ્ચન, સની લિયોની, આયુષ્માન ખુરાના, અર્જૂન કપૂર, અનુપમ ખેર, રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે પણ આ ઘટના પર ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો પ્રકટ કર્યો છે.

English summary
Rahul And Priyanka Gandhi Demands Justice in case of Two Years Girl Killing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X