રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારીપત્ર ભર્યું: મોદી મુદ્દે મૌન

Google Oneindia Gujarati News

અમેઠી, 12 એપ્રિલ : કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધી આજે અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયે રાહુલ ગાંધી સાથે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલે મીડિયા સાથે વિવિધ મુદ્દે વાત કરી હતી જોકે તેમણે નરેન્દ્ર મોદીની પત્નીના મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.

નરેન્દ્ર મોદીની પત્નીના મુદ્દે રાહુલે એટલું જ જણાવ્યું કે તેમણે માત્ર હકીકત કહી હતી. "હું અંગત બાબત વિશે બોલ્યો નથી. મેં માત્ર એટલું જ જણાવ્યું હતું કે તેમણે અગાઉના સોગંદનામામાં કેટલીક વિગતો જણાવી ન હતી. તે અંગત બાબત ન હતી."

rahul-modi

ઉમેદવારીપત્ર ભરીને બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ અત્યાર સુધીના તમામ એક્ઝિટ પોલને ખોટા ઠેરવશે અને ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.

આ પૂર્વે રાહુલ ગાંધીએ સુલ્તાનપુરથી અમેઠી સુધી વિશાળ રોડ શૉ કર્યો હતો. અહીં રાહુલનું ભવ્ય સ્વાગત થયું હતું. કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાહુલ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ પ્રસંગે રાહુલ સાથે સમગ્ર ગાંધી પરિવાર હાજર રહ્યો હતો. સોનિયા ગાંધી, પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાએ અહીં રાહુલ માટે પ્રચાર કર્યો.

આ પૂર્વે પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાડ્રા સાથે ફુર્સતગંઢ એરપોર્ટ પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોથી તમામ સભ્યો એક સાથે ન આવીને જુદા જુદા અમેઠી આવ્યા હતા.

English summary
Congress vice-president Rahul Gandhi filed his nomination papers for the Lok Sabha elections on Saturday, he was keep mum on Modi's wife issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X