For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીની બિમારી પર બોલ્યા રાહુલ ગાંધી, હું અને કોંગ્રેસ તમારી સાથે

જેટલીની બિમારી પર બોલ્યા રાહુલ ગાંધી, હું તમારી સાથે છું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપ પર હંમેશા પ્રહાર કરતા કોંગ્રેસના લાડીલા નેતા રાહુલ ગાંધીને જેટલીની બિમારીથી ચિંતા થવા લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે જેટલીને સાંત્વના આપતા પોતે તેમની સાથે હોવાનું કહ્યું. જણાવી દઈએ કે દેશા નાણામંત્રી અરુણ જેટલીને કિડનીનું ઈન્ફેક્શન થયું હતું જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે ફરી તેઓ રૂટિન ચેકઅપ માટે વિદેશ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જેટલી અમેરિકા ગયા

જેટલી અમેરિકા ગયા

નાણામંત્રી અરુણ જેટલી પોતાની કિડનીની બિમારીની તપાસ માટે અમેરિકા ગયા છે. અરુણ જેટલીના અમેરિકા જવા પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે આ અઘરા સમયમાં અમે પૂરી રીતે તમારી અને તમારા પરિવારની સાથે છીએ. રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરતા કહ્યું કે હું એ જાણીને દુઃખી છું કે અરુણ જેટલીજી ઠીક નથી.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

અમે દૈનિક આધાર પર તેમના વિચારો માટે તેમનાથી લડીએ છીએ. પરંતુ હું અને કોંગ્રેસ પાર્ટી તેમને જલદી જ ઠીક થવા માટે સંવેદના અને શુભકામના મોકલી રહ્યો છું. જેટલી જી, આ અઘરા સમયમાં અમે પૂરી રીતે તમારી અને તમારા પિવારની સાથે છીએ. નાણામંત્રી અરુણ જેટલી રવિવારે અમેરિકા જવા રવાના થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાની કિડની સંબંધી બિમારી સંબંધિત તપાસ કરાવશે.

કહ્યું- અમે તમારી સાથે છીએ

કહ્યું- અમે તમારી સાથે છીએ

મીડિયા રિપોર્ટ્સ મુજબ અરુણ જેટલીએ પાછલા વર્ષે 14 મે 2018ના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ સંબંધીત ઓપરેશન કરાવ્યું હતું. તેઓ લગભગ 100 દિવસ સુધી નાણા મંત્રાલયથી બહાર રહ્યા છે. આ દમિયાન રેલવે અને કોલસા મંત્રી પીયૂષ ગોયલને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ 23 ઓગસ્ટ 2018ના રોજ અરુણ જેટલી નાણામંત્રીના રૂપમાં ફરી કામ પર પરત ફર્યા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ

English summary
Rahul Gandhi to ailing Arun Jaitley, said We are 100 percent with you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X