For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ

2019 માટે રાહુલ, અખિલેશ અને તેજસ્વી યાદવે બનાવી આ રણનીતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને સત્તા પરથી બેદખલ કરવા માટે એક સુપર પ્લાન પર કામ કરી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર પ્રિયા સહગલે પોતાના લેટેસ્ટ પુસ્તકમાં આ અંગે ખુલાસો કર્યો છે. સાથે જ એમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાની જૂની પાર્ટીને મહિલાવાદી પાર્ટીના રૂપમાં જુએ છે, ન કે પશ્ચિમ શબ્દના અર્થમાં. જણાવી દઈએ કે ટૂંકમાં જ લૉન્ચ થનાર આ બુકમાં પ્રિયા સહગલે દેશના 16 ઉભરતા યુવા નેતાઓ અને એમની રાજનીતિ પર પણ વિસ્તારથી વર્ણન કર્યું છે.

મનમોહન સિંહે રાહુલ ગાંધીને આ વાત કહી

મનમોહન સિંહે રાહુલ ગાંધીને આ વાત કહી

ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ આ બુકમાં લેખકે દાવો કર્યો કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા યુવાનો 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારનો સફાયો કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રિયાએ આ બુકમાં રાહુલ ગાંધીની સાથે એક બેઠક વિશે પણ ઉલ્લેખ કર્યો, જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી અને ડૉ. મનમોહન સિંહે એમને સરકારમાં આવવાની ઑફર કરી હતી. એમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ કોઈની ટાઈમલાઈન મુજબ કામ નથી કરતા, તેઓ ખુદની ટાઈમ લાઈન પર કામ કરે છે.

કોઈપણ કિંમતે ભાજપને હરાવવાનો પ્રયાસ

કોઈપણ કિંમતે ભાજપને હરાવવાનો પ્રયાસ

સાથે જ પ્રિયાએ કહ્યું કે રાહુલ ગાંધીને લોકો વધુ આક્રમક જોવા માગે છે. પ્રિયાએ જણાવ્યું કે વર્તમાનમાં રાહુલ ગાંધી પણ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. સાથે જ પ્રિયાએ પોતાના પુસ્તકમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના એવાં 12 રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે જેના પર રાહુલ ગાંધીની નજર છે. કેમ કે અહિંથી 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂતી મળશે.

2024 માટે આ છે કોંગ્રેસનો પ્લાન

2024 માટે આ છે કોંગ્રેસનો પ્લાન

પ્રિયાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું કે 2024 માટે રાહુલ ગાંધીનો લક્ષ્ય એકદમ અલગ છે. કોંગ્રેસ અધ્યક્ષને ત્યાં સુધીમાં ખુદને એક વિશ્વસનીય વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપે સ્થાપિત કરવાની અપેક્ષા છે. આ વિચારની સાથે જ રાહુલ ગાંધીની નજર એવા 12 રાજ્યો પર છે જ્યાં પાર્ટી ખુદને મજબૂત કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. પ્રિયાએ કહ્યું કે કોંગ્રેસે ભારતીય રાજનીતિ વિશે ડિબેટ કરવા માટે યુવાઓને મોકો આપી રહી છે.

વચન પાળવામાં નિષ્ફળ જતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ફરીથી કારડીયા રાજપુતો મેદાને ચડ્યા?વચન પાળવામાં નિષ્ફળ જતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ફરીથી કારડીયા રાજપુતો મેદાને ચડ્યા?

English summary
Rahul Gandhi, Akhilesh and Tejashwi Yadav Working on Strategy to Checkmate PM Narendra Modi in 2019 Polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X