For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ કરી સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી: ઓમપ્રકાશ ચોટાલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi-smile
જલંધર, 18 ઑક્ટોબર: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલાએ પલવલ જિલ્લાના એક ગામમાં જમીન ખરીદીમાં રાહુલ ગાંધી પર સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનો આરોપ લગાવ્યો છે. જો કે રાહુલે આ આરોપોને સંપૂર્ણ રીતે ખોટા,આધારહિન અને માનહાનિકારક ગણાવીને તેને નકારી કાઢી કાઢ્યાં છે.

ઇન્ડિયન નેશનલ લોકદળ અધ્યક્ષ ઓમપ્રકાશ ચોટાલાએ બુધવારે એક પત્રકાર પરિષદમાં માંગણી કરી હતી કે આ મામલે સુપ્રિમ કોર્ટના જજ આ અંગે તપાસ કરે. ઓમપ્રકાશ ચોટાલાએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધીએ પલવલ જિલ્લાના હસનપુર ગામમાં લગભગ 6.5 એકર જમીન ખરીદી છે. તેમને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી છે. રાહુલ ગાંધીએ આ જમીન 1.5 લાખ પ્રતિ એકર ના ભાવે ખરીદી છે જેનો ઉલ્લેખ જમીન વેચાણ દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્રારા તે કરવામાં આવેલા મૂલ્યાંકન અનુસાર તેની કિંમત 8 લાખ રૂપિયા પ્રતિ એકર થાય છે.

તેમને કહ્યું હતું કે રાહુલ ગાંધીને આપવામાં આવેલી જમીનની સરકારી કિંમત 8 લાખ પ્રતિ એકર હતી, જ્યારે બજાર કિંમત પ્રતિ એકર 35 લાખથી પણ વધુ હતી. આ આરોપોનું ખંડન કરતાં રાહુલ ગાંધીની ઓફિસે દિલ્હીમાં કહ્યું હતું કે તેમને હરિયાણા જિલ્લાના હસનપુરમાં 41 કેનાલ, 13 મરલા (6.456 એકર) પુર માટે જમીન ખરીદી છે. આ કુલ જમીન 26.47 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી છે અને તે રકમની ચૂકવણી ચેક દ્રારા કરવામાં આવી છે. આ જમીન લગભગ 4.10 લાખ પ્રતિ એકરના ભાવે ખરીદમાં આવી છે.

ઓમપ્રકાશ ચોટાલાએ એ પણ દાવો કર્યો છે કે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ રોબર્ટ વાઢેરાને કરોડોની જમીન સસ્તા ભાવે ખરીદવવામાં ઉદારતાપૂર્વક મદદ કરી છે. તેમને માંગણી કરી છે કે આ મામલે સુપ્રિમ કોર્ટના હાલના જજ આ મુદ્દે તપાસ કરે.

ઓમપ્રકાશ ચોટાલાએ કહ્યું હતું કે જે રીતે અશોક ખેમકાની બદલી કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે સંપત્તિની ખરીદીમાં મોટાપાયે અનિયમિતતા દાખવવામાં આવી રહી છે.

તેમને કહ્યું હતું કે અશોક ખેમકાએ પલવલ, મેવાત, ગુડગાંવ અને જઝ્ઝર અને ફરીદાબાદના નાયબ કમિશનરને જમીન ખરીદીના સોદા અંગે 25 ઑક્ટોબર સુધી રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતું પરંતુ તેમની બદલી કરી દેવામાં આવી. ઓમપ્રકાશ ચોટાલાએ કહ્યું હતું કે હુડ્ડાની પાર્ટી સોનિયા ગાંધીને ખુશ કરવા માટે રાજ્યના ખજાનાને ભારે નુકશાન પહોંચાડી રહી છે.

English summary
Om Prakash Chautala said on Wednesday that besides Robert Vadra, the son-in-law of Congress chief Sonia Gandhi, the latter's son, Rahul Gandhi, had also bought land in Haryana at prices much lower than market prices and averted stamp duty by undervaluing the sales. He said revenue officials had helped Rahul in evading the stamp duty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X