For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલને મળી મોટી જવાબદારી, કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા

By Super
|
Google Oneindia Gujarati News

જયપુર, 20 જાન્યુઆરીઃ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને પાર્ટીમાં આધિકારિક રૂપમાં નંબર બેની પોઝીશન આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યું છે. જો કે, 2014ની સામાન્ય ચૂંટણીમાં રાહુલની શું ભૂમિકા હશે, તેની જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટી તરફથી મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ મીડિયા સામે રાહુલને ઉપાઘ્યક્ષ બનાવવા અંગે પૃષ્ટિ કરી.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રક્ષા મંત્રી એ કે એન્ટની રાહુલને ઉપાધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો જેને સર્વસમ્મતિથી માની લેવામાં આવ્યું. અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેના પર મહોર લગાવી છે. દ્વિવેદીએ જણાવ્યું કે રાહુલે પણ ઔપચારિક રીતે આ પદનો સ્વિકાર કર્યો છે.

આ પહેલા ગુલાબી નગરી જયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને ચર્ચા વધી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને કોંગ્રેસ સાંજે કોઇ મોટી જાહેરાત કરી શકે છે.

પહેલા માનવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ચિંતન શિબિરની બહાર કોંગ્રેસના તમામ નેતાઓ ટેલીવિઝન કેમેરાની સામે આ માંગ વારંવાર ઉઠી રહી હતી.

આ અંગે જ્યારે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમમે કહ્યું હતું કે રાહુલ ગાંધીને થોડા સમય પહેલાં આ જવાબદારી આપવામાં આવી જોઇતી હતી. કોંગ્રેસના બેની પ્રસાદ વર્માએ કહ્યું કે 2014માં કોંગ્રેસ તરફથી માત્ર રાહુલ ગાંધી જ ઉમેદવાર હશે. તેમણે જણાવ્યા પ્રમાણે રાહુલ સામે નરેન્દ્ર મોદી ટકી નહીં શકે.

પીએમએ પાઠવ્યા અભિનંદન

પીએમએ પાઠવ્યા અભિનંદન

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા જયપુર ખાતે ચિંતન શિબિરમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે અભિનંદન પાઠવ્યા હતા.

મોહસિના કિડવાઇએ પાઠવ્યા અભિનંદન

મોહસિના કિડવાઇએ પાઠવ્યા અભિનંદન

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવતા વરિષ્ઠ નેતા મોહસિના કિડવાઇએ અભિનંદન પાઠવ્યા હતા. એ સમયે પાર્ટી પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઉપસ્થિત હતા.

નાણામંત્રી પી ચિંદમબરમે શુભેચ્છા પાઠવી

નાણામંત્રી પી ચિંદમબરમે શુભેચ્છા પાઠવી

જયપુર ખાતે ચિંતન શિબિર દરમિયાન રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનવા બદલ નાણામંત્રી પી ચિંદમબરમે શુભેચ્છા પાઠવી હતી.

કોંગ્રેસ સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી

કોંગ્રેસ સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી

રાહુલ ગાંધીની પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

દિલ્હીમાં ઉજવણી

દિલ્હીમાં ઉજવણી

કોંગ્રેસના સમર્થકોએ રાહુલ ગાંધીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવતા નવી દિલ્હીમાં પાર્ટી ઓફિસની બહાર ઉજવણી કરી હતી.

પટનામાં ઉજવણી

પટનામાં ઉજવણી

કોંગ્રેસના સમર્થકોએ રાહુલ ગાંધીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવતા પટનામાં ઉજવણી કરી હતી.

English summary
PM Manmohan Singh greets Rahul Gandhi after he was appointed as Vice President of the Congress party in Jaipur on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X