રાહુલ ગાંધી: PM મોદીની નોટબંધી છે, આર્થિક લૂંટ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ઉત્તરાખંડના અલ્મોડામાં એક જાહેર સભાને સંબોધી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આકારા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને આર્થિક લૂંટ ગણાવી હતી. એટલું નહીં તેમણે કહ્યું કે મોદી સરકારની આ નોટબંધીના કારણે 100થી વધુ લોકોને મોત થઇ ચૂકી છે. સાથે જ તેમણે કહ્યું કે બધુ કાળું નાણું કેશમાં નથી અને જે પણ નાણું છે તે બધુ કાળું જ તેવું પણ નથી.

Rahul gandhi

વધુમાં તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી સંસદમાં જ્યારે અમે નોટબંધી પર 100 લોકોની મોત પર મોન રાખવાની વાત કરી તો સંસદમાં અમને કોઇએ ઊભા રહેવા ના દીધા. વધુમાં રાહુલ ગાંધીએ એક શાયરી પણ કહી જેમાં તેમણે કહ્યું કે "લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે ગૃહસ્થિયાં જલાને મેં" વધુમાં તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મના ગીતને શબ્દોને યાદ કરતા કહ્યું કે આ તો તેવું થયું કે "રામ રામ જપના, ગરીબ કા માલ અપના!"

Read also:  હાર્દિક પટેલ થયો મુક્ત પણ, અરવિંદ કેજરીવાલ છે નાખુશ


નોંધનીય છે કે આજ કાલ રાહુલ ગાંધીના ભાષણોમાં શાયરીઓ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ પહેલા પણ બહરાઇચમાં તેમણે એક ગાલિબની શાયરીથી પીએમ મોદી પર નિશાનો તાક્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે એટીએમ આગળ કોઇ શૂટબૂટ વાળા આવીને ઊભા નથી રહેતા. તેમણે કહ્યું કે કાળા નાણાં તેમની પાસે જે તમારી સાથે વિમાનમાં વિદેશોની યાત્રા કરે છે.

English summary
Rahul Gandhi attack on Narendra Modi in the rally in Almora of Uttarakhand.
Please Wait while comments are loading...