રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો, ભાઈને ભાઈ સાથે લડાવીને આગળ નહિ વધી શકે દેશ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે વર્તમાન સરકાર અર્થવ્યવસ્થાના મોરચે ફેલ છે. દુનિયાના દશ પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહ્યા છે અને આપણે હિંસા જોઈ રહ્યા છે. નાગરિકતા કાયદો અને એનઆરસી માટે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને નિશાના પર લેતા કહ્યુ કે ભાઈને ભાઈ સાથે લડાવીને દેશને ફાયદો નહિ થાય. જ્યાં સુધી બધા સાથ નહિ આપે દેશ આગળ નહિ વધે.
છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે અહીં કહ્યુ કે પહેલા દુનિયા કહેતી હતી કે ભારત અને ચીન આર્થિક મોરચે એક જ ગતિથી આગળ વધી રહી છે પરંતુ હવે સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. દુનિયા ભારતમાં હિંસા જોઈ રહી છે, મહિલાઓ રસ્તા પર સુરક્ષિત નથી અનુભવી રહી, બેરોજગારી વધી રહી છે. રાહુલે કહ્યુ કે આ સરકાર ક્યારેક નોટબંધી, ક્યારેક એનઆરસી લાવે છે. તેમણે કહ્યુ કે એનઆરસી હોય કે એનપીઆર, ગરીબો પર એક બોજ છે, નોટબંધી પણ ગરીબો પર જ વાર હોત. ગરીબ પૂછી રહ્યા છે કે અમને નોકરી કેવી રીતે મળશે અને સરકાર ગરીબોની કમર તોડી રહી છે.
રાયપુરમાં નેશનલ ટ્રાઈલ ડાંસ ફેસ્ટીવલનુ ઉદઘાટન કરતા રાહુલે કહ્યુ, છત્તીસગઢમાં હિંસામાં ઘટાડો થયો છે કારણકે અહીંની સરકાર લોકોનો અવાજ સાંભળે છે. દરેક ધર્મ, જાતિ, આદિવાસી, દલિત-પછાત લોકોને સાથે લીધા વિના હિંદુસ્તાનની અર્થવ્યવસ્થા ન ચલાવી શકાય. જ્યાં સુધી બધાને જોડીશુ નહિ. વાયનાડના સાંસદ રાહુલે કહ્યુ કે અર્થવ્યવસ્થાને ખેડૂત, મજૂર, ગરીબ અને આદિવાસી ચલાવે છે. બધા પૈસા 10-15 લોકોના હાશમાં હોવાથી નોટબંધી, ખોટો જીએસટી લાગુ કરવાથી હિંદુસ્તાનની અર્થવ્યવસ્થા ન ચાલી શકે. રાહુલે છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારની આ દરમિયાન જોરદાર પ્રશંસા કરી.
આ પણ વાંચોઃ Video: કઝાકિસ્તાનમાં બે માળની ઈમારત સાથે ટકરાયુ પ્લેન, 9ના મોત