For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલ

દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘ (ડુસુ) ના અધ્યક્ષ અંકિવ બસોયાના કથિત નકલી ડિગ્રી મામલો સતત ગરમાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘ (ડુસુ) ના અધ્યક્ષ અંકિવ બસોયાનો કથિત નકલી ડિગ્રી મામલો સતત ગરમાઈ રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ કથિત નકલી ડિગ્રી મામલાના બહાને પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને આરએસએસ પર નિશાન સાધ્યુ. આ ટ્વિટ દ્વારા રાહુલે લખ્યુ કે ભાજપમાં મંત્રીમંડળના દ્વાર નકલી ડિગ્રી બતાવીને ખુલે છે. આ સાથે તેમણે આ ટ્વિટમાં એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં પીએમ મોદી અને સ્મૃતિ ઈરાનીનો ફોટો છે.

આ પણ વાંચોઃ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો કેટલુ સસ્તુ થયુ સોનુઆ પણ વાંચોઃ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો કેટલુ સસ્તુ થયુ સોનુ

rahul gandhi

રાહુલે ટ્વિટમાં લખ્યુ કે, 'શ્રી છપ્પન અને તેમના મંત્રીઓએ છાત્રોને બતાવ્યુ છે કે ભાજપમાં મંત્રીમંડળના શીઘ્ર દ્વાર નકલી ડિગ્રી બતાવીને ખુલે છે. શૈક્ષણિક સંસ્થાઓ પર પ્રહાર અને નકલી ડિગ્રીવાળાઓને સત્તા પર બેસાડવા એ આરએસએસનો જૂનો સિદ્ધાંત છે.'
એટલા માટે ડીયુ પર આરએસએસની ફર્જીકલ સ્ટ્રાઈક ચાલુ છે. આ ટ્વિટમાં એક ફોટો શેર કર્યો છે.

રાહુલ દ્વારા શેર કરાયેલ અંકિવ બસોયા, સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીના ફોટા પર લખ્યુ છે, 'ફેક ડિગ્રી ભાજપના ડીએનએમાં છે.' ટ્વિટ દ્વારા રાહુલ ગાંધીએ દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘની નવી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘના અધ્યક્ષ અંકિવ બસોયાને નકલી માર્કશીટ ઉપયોગ કરવાના આરોપમાં ડૂસુના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યુ અને સાથે એબીવીપીએ તેમને સંગઠનના બધા પદો પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ડૂસુ ચૂંટણી આ વર્ષે સપ્ટેમ્બર 2018માં થઈ હતી.

English summary
rahul gandhi attacks pm narendra modi and Smriti Irani on ankiv basoya alleged fake degree issu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X