For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે આવનારા ઈલેક્શન માટે પોતાની પરંપરા બદલી

મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહીત ચાર રાજ્યોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જોર લગાવવાનું ચાલુ કરી દીધું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહીત ચાર રાજ્યોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જોર લગાવવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારોની પસંદગી કરતી વખતે વર્ષો જૂની પરંપરા બદલવાનો નિર્ણય કર્યો છે. હવે કોંગ્રેસ પાર્ટી સ્ક્રીનિંગ કમિટી ઉમેદવારોની પસંદગી કરતી વખતે ગ્રાઉન્ડ ઝીરો થી પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ ઇનપુટ લેશે. ત્યારપછી ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવશે.

ઇકોનોમિક્સ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર કોંગ્રેસ ઘ્વારા ઉમેદવારોની પસંદગી વધારે લોકતાંત્રિક બનાવવા માટે ત્રણ સદસ્યોની સ્ક્રીનિંગ કમિટી ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચીને ઉમેદવારો વિશે જાણકારી મેળવશે. ત્યારપછી તેમની રિપોર્ટ પર વિચાર કરવામાં આવશે અને પછી તેમને ટિકિટ આપવામાં આવશે.

ક્યાંથી આવ્યો આ આઈડિયા?

ક્યાંથી આવ્યો આ આઈડિયા?

પાર્ટીના સૂત્રો અનુસાર ઉમેદવારોની પસંદગી બદલવાનો આવો આઈડિયા છત્તીસગઢ થી આવ્યો કારણકે પાર્ટી અહીં આ આધાર પર ઉમેદવારોને શોધવાનો પ્રત્યન કરી રહી છે. આ વ્યવસ્થા ઘ્વારા હવે સાફ થઇ ગયું છે કે હવે કોંગ્રેસથી ટિકિટ માટે દિલ્હીના ચક્કર નહીં લગાવવા પડે. પરંતુ મોટા નેતાઓ જાતે તમારા વિસ્તારમાં પહોંચીને તમારા વિસ્તારના નેતાઓનો ફીડબેક લેશે.

પહેલા કઈ રીતે ટિકિટ આપવામાં આવતી હતી?

પહેલા કઈ રીતે ટિકિટ આપવામાં આવતી હતી?

કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ટિકિટ મેળવવા માટે પહેલા દિલ્હીના ચક્કર લગાવવા પડતા હતા. વારંવાર તેમને દિલ્હી પહોંચીને કોંગ્રેસ કાર્યાલય અથવા મોટા નેતાઓ સાથે મળીને ફીડબેક આપવું પડતું હતું. પરંતુ રાહુલ ગાંધીની આ નવી વ્યવસ્થા પછી આ બધી જ સ્થિતિથી મુક્તિ મળી જશે.

આ રાજ્યોમાં કોંગ્રેસ પહેલાથી ફીડબેક લઇ ચુકી છે

આ રાજ્યોમાં કોંગ્રેસ પહેલાથી ફીડબેક લઇ ચુકી છે

જણાવવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા બૂથ લેવ કમિટી, બ્લોક લેવલ કમિટી અને ડીસ્ટ્રીક લેવલ કમિટી બનાવીને ફીડબેક લઇ ચુકી છે. હવે સ્ક્રિનિંગ કમિટી તે નેતાઓના રિપોર્ટની વાસ્તવિકતાની તપાસ કરશે. ત્યારપછી રિપોર્ટના આધારે ટિકિટની વહેંચણી કરશે. આ નવી વ્યવસ્થા કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

English summary
Rahul Gandhi changes Congress candidate selection process, major break from tradition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X