ડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યા
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ રાજ્યોમાં રેડ પાડ્યા બાદ ઘણા ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. ભીમા કોરેગાંવ હિંસાની તપાસ દરમિયાન પીએમ મોદીની હત્યાના ષડયંત્રનો પણ ખુલાસો થયો હતો. આ ખુલાસા બાદ મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, તેલંગાના અને ઝારખંડમાં રેડ કરાઈ હતી અને પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાબેરી વિચારકોની ધરપકડ અંગે ભાજપ અને આરએસએસ પર હુમલો કર્યો છે.

ડાબેરી વિચારકોની ધરપકડ પર ભડક્યા રાહુલ
રાહુલ ગાંધીએ પીએમ મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં 5 ડાબેરી વિચારકોની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘અહીં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાકીનાને બંધ કરી દો. બધા કાર્યકર્તાઓને ગોળી મારી દો, જેલમાં મોકલી દો, આ ન્યૂ ઈન્ડિયા છે.'
આ પણ વાંચોઃ પીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર, પ્રોફેસર સહિત 5 ની ધરપકડ
|
રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધ્યુ
આ પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધ્યુ છે. લંડનના પ્રવાસે પણ રાહુલ ગાંધીએ આરબના મુસ્લિમ બ્રધરહુડની તુલના આરએસએસ સાથે કરી હતી. જેના માટે દેશનું રાજકારણ ગરમાયુ હતુ. રાહુલ ગાંધીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે આરએસએસ ભારતની સંસ્થાઓ પર પોતાનો કબ્જો જમાવવાની કોશિશ કરી રહ્યુ છે. વળી, રાહુલ ગાંધીના આ નિવેદન પર આરએસએસ અને ભાજપ બંનેએ તેમને અપરિપક્વ ગણાવ્યા હતા.

નક્સલિયો સાથે સંબંધના આરોપસર 5 ડાબેરીઓની ધરપકડ
તમને જણાવી દઈએ કે મંગળવારે ડાબેરી વિચારક વરવરા રાવની પૂણેથી ધરપકડ કરવામાં આવી. વરવરા રાવ પર નક્સલીઓને સમર્થનનો આરોપ છે. આ ઉપરાંત ગૌતમ નવલખાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. ગૌતમ નવલખાના ઘરેથી પોલિસને ઘણા દસ્તાવેજો, બેગ અને લેપટોપ મળી આવ્યા હતા. ગૌતમ નવલખા પર પણ નક્સલીઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. જાણીતા માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી. કાર્યકર વેરનન ગોંઝાલવિસની મુંબઈથી ધરપકડ કરવામાં આવી.
આ પણ વાંચોઃ પીએમ, સીએમ, મંત્રીઓના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવોઃ રાજ્યસભા સાંસદ