For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ દિલ્હી પોલિસને રાહુલ ગાંધીની આંખોમાં રસ પડ્યો

|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધીની ખબર પૂછવા માટે દિલ્હી પોલિસ, ક્રોંગ્રેસ કાર્યાલય પર પહોંચી અને રાહુલના આંખોના રંગ, વાળના રંગ અને ત્વચાના રંગ પર પોલિસે તપાસ આદરી. આ સવાલથી જ્યાં એક બાજુ ક્રોંગ્રેસ મોઢું ચઢાવીને બેઠી તો બીજી બાજુ લોકો આ વાતની મજાક ઉડાવી રહ્યા છે. પણ એવું તો શું કારણ છે કે દિલ્હી પોલિસને રાહુલ વિશે આવા સવાલ કરવા પડ્યા.

rahul gandhi

આ વાતનો ઉત્તર અમે શોધી લીધો છે. જાણો કેમ ખોવાવું પડ્યું દિલ્હી પોલિસને રાહુલની આંખોમાં. જો રાહુલ ગાંધી લાપતા ના પણ થયા હોત તો દિલ્હી પોલિસ રાહુલની આંખોનો રંગ જાણવા જરૂર આવત. કારણ કે આ એક સિક્યોરિટી ઓડિટ છે જે દિલ્હીમાં રહેતા તમામ આમ-ખાસ વ્યક્તિ પર લાગુ પડે છે. વનઇન્ડિયાએ પોલિસ સાથે આ અંગે ખાસ વાતચીત કરી જેમાંથી આ તથ્ય બહાર આવ્યું છે.

અધિકારીઓએ સ્પષ્ટતા આપી કે દિલ્હી પોલિસ રાહુલ ગાંધીની તપાસ નહતી કરતી. દિલ્હી એક હાઇસિક્યોરિટી જોન છે. અને એક સિક્યોરિટી ઓડિટ હેઠળ પોલિસે આવા સવાલ કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે તે આ દ્વારા રાહુલની છબીને બગાડવા નથી માંગતા.

ક્રોંગ્રેસને ચઢ્યો ગુસ્સો

જો કે ક્રોંગ્રેસ પાર્ટી આ વાત છે નાખુશ. તેમને લાગે છે આમ બધુ રાહુલની ઇમેજ બગાડવા માટે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાહુલની આંખોનો રંગ પૂછનાર અધિકારીનો ક્રોંગ્રેસી નેતાઓએ ફોટા પણ પાડી લીધા છે. અને તે આ મામલે વિરોધ પ્રદર્શન કરવાના પણ મૂડમાં છે.

English summary
A visit by the cops seeking details about Rahul Gandhi’s appearance has not gone down too well with the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X