
રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન - 'તમારા ખિસ્સા ખાલી કરીને મિત્રોના પૉકેટ ભરી રહી છે મોદી સરકાર'
Rahul Gandhi said The Modi government is doing a great job of freeing your pockets and giving it to 'friends': કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને તેમની સરકાર પર ટ્વિટર દ્વારા પ્રહાર કરી રહ્યા છે. ખેડૂત આંદોલન હોય કે બજેટ, મોંઘવારી હોય કે પછી લદ્દાખની સમસ્યા, રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. પોતાની લેટેસ્ટ ટ્વિટમાં તેમણે મોદી સરકાર પર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો માટે નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ નખાવતી નખતે તમારી નજર જ્યારે વધતા મીટર પર પડે ત્યારે યાદ રાખજો કે ક્રૂડ ઓઈલા ભાવ વધ્યા નથી પરંતુ ઘટ્યા છે. પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે. તમારા ખિસ્સા ખાલી કરીને મિત્રોને આપવાનુ મહાન કામ મોદી સરકાર મફતમાં કરી રહી છે.
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 80.60 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી, એમપીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે એલપીજી સિલિન્ડરના વધતા ભાવો માટે સરકાર પર હુમલો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં એલપીજી સિલિન્ડરના વધતા ભાવોના સમાચારનો સ્ક્રીન શૉટ શેર કર્યો હતો.
જેમાં તેમણે લખ્યુ હતુ કે, '10 દિવસની અંદર બે વાર વધ્યા એલપીજી ગેસના ભાવ, અત્યાર સુધીમાં 75 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ', આને શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યુ છે કે, 'જનતા પાસેથી લૂંટ, માત્ર બેનો વિકાસ' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી હાલમાં કેન્દ્ર સરકાર પર 'હમ દો, હમારે દો'ના નારા દ્વારા કટાક્ષ કરી રહી છે. આ નારાના બહાને તેમણે મોદી સરકારને અમુક ઉદ્યોગપતિઓ માટે કામ કરતી સરકાર હોવાનો આરોપ લગાવ્યો છે.
સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર
તમને જણાવી દઈએ કે આ પહેલા પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તેમણે સરકારને ઉકેલ લાવવા માંગ કરી છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવોએ લોકોના ઘરનુ બજેટ બગાડી દીધુ છે. સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યુ, 'હું તમને અનુરોધ કરુ છુ કે આ વધારો પાછો લો અને આપણા મધ્યમ અને વેતનભોગી વર્ગ, આપણા ખેડૂતો અને ગરીબો અને આપણા સાથી સૈનિકોને લાભ આપો.' સોનિયા ગાંધીએ કહ્યુ કે આ કિંમતો 'ઐતિહાસિક અને અવ્યાવહારિક' છે.
જમ્મુ-કાશ્મીરઃ રેલવે ક્રોસિંગ પાસે મળી શંકાસ્પદ વસ્તુ