'કોવિડથી 4.8 લાખ નહિ 47 લાખ મોત થયા', રિપોર્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ - વિજ્ઞાન નહિ PM મોદી ખોટુ બોલે છે
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાથી થયેલ મોતને લઈને કેન્દ્ર સરકારના આંકડાને ખોટા ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક રિપોર્ટ શેર કરીને કહ્યુ કે સાયન્સ ખોટુ ન બોલી શકે, પીએમ નરેન્દ્ર મોદી ખોટુ બોલી શકે છે. તેમણે કહ્યુ કે 47 લાખ ભારતીયોના કોરોના મહામારીના કારણે મોત થયા છે, નહિ કે 4.8 લાખ. જેવો કે સરકાર દાવો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમનુ સમ્માન કરો. બધાને 4 લાખ રૂપિયાનુ વળતર આપીને તેમની મદદ કરો. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ડબ્લ્યુએચઓનો એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં કોરોનાથી થયેલ મોતના આંકડા આપવામાં આવ્યા છે.
LICના આઈપીઓને લઈને પણ રાહુલ ગાંધીએ કર્યુ હતુ ટ્વીટ
આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ભારતીય જીવન વીમા નિગમનુ મૂલ્યાંકન ઘટાડીને આંકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પૂછ્યુ કે ભારતની સૌથી મૂલ્યવાન સંપત્તિને 'કોડીઓના ભાવે' કેમ વેચવામાં આવી રહી છે. સરકારી માલિકીવાળા એલઆઈસીનો આઈપીઓ બુધવારે છૂટક અને સંસ્થાકીય રોકાણકારોના યોગદાન માટે ખોલવામાં આવ્યો. આઈપીઓ 9 મે(સોમવાર) બંધ થશે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કહ્યુ, '13.94 લાખ કર્મચારી, 30 કરોડ પૉલિસીધારકો, 39 લાખ કરોડની સંપત્તિ, શેરધારકોને મળતા રિટર્નના દ્રષ્ટિએ દુનિયાની નંબર વન કંપની. તેમછતાં મોદી સરકારે એલઆઈસીની કિંમત નક્કી કરી.'
પેન્શનને લઈને પણ મોદી સરકારને ઘેર્યા
રાહુલ ગાંધીએ મોદી સરકારને રિટાયર્ડ સૈનિકોના પેન્શન મામલે પણ ઘેર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ શેર કરીને કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકાર સૈનિકો અને દેશનુ અપમાન કરી રહી છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ લખ્યુ, 'One Rank, One Pensionની છેતરામણી પછી હવે મોદી સરકાર 'All Rank, NO Pension'ની નીતિ અપનાવી રહી છે... સૈનિકોનુ અપમાન દેશનુ અપમાન છે... સરકારે પૂર્વ સૈનિકોનુ પેન્શન વહેલામાં વહેલી તકે આપવુ જોઈએ...'