For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KCRને ફોન પર PM મોદી આપે છે આદેશ, BJP-TRS એકસાથે જ છે, હૈદરાબાદમાં રાહુલ ગાંધીનુ નિશાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભારત જોડો યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર સાથે-સાથે તેલંગાના સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભારત જોડો યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર સાથે-સાથે તેલંગાના સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે ટીઆરએસ પીએમ મોદી સાથે મળેલા છે. બંને એક જ છે. જ્યારે પણ સંસદમાં કોઈ બિલ આવે ત્યારે ટીઆરએસ તરત જ ભાજપુ સમર્થન કરે છે. વિપક્ષી મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે ટીઆરએસ કોઈ બીજા મુદ્દા ઉઠાવવા લાગે છે. ભાજપ અને ટીઆરએસ એક સાથે કામ કરે છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ તેલંગાનામાં કહ્યુ કે તમારા મુખ્યમંત્રી ચૂંટણી પહેલા ડ્રામા કરે છે પરંતુ ડાયરેક્ટ લાઈન છે નરેન્દ્ર મોદીજી સાથે. અહીં આ ફોન ઉઠાવે છે ત્યાં મોદીજી ફોન ઉઠાવે છે, એક સેકન્ડ નથી લાગતી. પછી મોદીજી તમારા મુખ્યમંત્રીને ઑર્ડર આપે છે. આજે આ કરવાનુ છે કાલે આ કરવાનુ છે. રાહુલ ગાંધીએ ઉમેર્યુ કે તેલંગાનામાં મને 7 દિવસ થઈ ગયા. ખેડૂતોને મળી રહ્યો છુ. મજૂરો સાથે વાત કરી, યુવાનો સાથે વાત કરી. રોજ સાતથી આઠ કલાક ચાલીએ છીએ. આખો દિવસ અમે તેલંગાનાના લોકોનો અવાજ સાંભળીએ છીએ. અમે કંઈ નથી કહેતા, ભાષણ નથી આપતા. કોંગ્રેસના નેતા રોજ જનતાનો અવાજ સાંભળે છે. સાત-આઠ કલાક બાદ અમે 15થી 20 મિનિટ પોતાની વાત રાખીએ છીએ.

ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હૈદરાબાદમાં કહ્યુ કે આપણે સાથે મળીને આગળ વધીશુ. સમયને બદલતા શીખો, મજબૂરીઓને કોસો નહિ, કોઈપણ પરિસ્થિતિમાં રાહુલજી સાથે ચાલતા શીખો. મોદીજી નાની ઉડાનમાં ગર્વ અનુભવે છે પરંતુ પંખી પોતાના માટે આકાશ શોધે છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં બિન-ભાજપ સરકાર આપશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી હાલમાં પાર્ટીને મજબૂત કરવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલમાં ભારત જોડો યાત્રા તેલંગાણામાં છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી દરરોજ વિવિધ વર્ગના લોકોને મળે છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે. કોંગ્રેસ દ્વારા સમયાંતરે તેનો વીડિયો પણ બનાવવામાં આવે છે. તેમણે તેલંગાણાના આદિવાસી સમુદાયના લોકો સાથે આદિવાસી નૃત્ય કર્યુ હતુ.

આ દરમિયાન મંગળવારે રાહુલ ગાંધી રોહિત વેમુલાની માતાને પણ મળ્યા હતા. રોહિત વેમુલાની માતાને મળવાનો ફોટો ખુદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યો છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ કે રોહિત વેમુલા સામાજિક ભેદભાવ અને અન્યાય સામેના મારા સંઘર્ષનુ પ્રતીક છે અને રહેશે. રોહિતની માતાને મળીને પ્રવાસના ધ્યેય તરફના પગલાંને નવી હિંમત અને નવી મનની તાકાત મળી. તેલંગાણા બાદ ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી પદયાત્રાની શરૂઆત કરી હતી. 30 સપ્ટેમ્બરે ગુંડલુપેટ થઈને કર્ણાટકમાં પ્રવેશ કર્યો. યાત્રાનો હેતુ પાર્ટીને મજબૂત કરવાનો છે. પાર્ટીનુ માનવુ છે કે યાત્રાના કારણે કોંગ્રેસને 2024ની લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.

English summary
Rahul Gandhi hits on KCR and Centre in Hyderabad says BJP and TRS works together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X