For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને લદ્દાખમાં પેદા કરી યુક્રેન જેવી સ્થિતિ, કેન્દ્ર વાત કરવા તૈયાર નથીઃ રાહુલ ગાંધીનુ મોદી સરકાર પર નિશાન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો કે રશિયા જે યુક્રેનમાં કરી રહ્યુ છે કંઈક તેવી સ્થિતિ ચીને લદ્દાખમાં પેદા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો કે રશિયા જે યુક્રેનમાં કરી રહ્યુ છે કંઈક તેવી સ્થિતિ ચીને લદ્દાખમાં પેદા કરી છે પરંતુ નરેન્દ્ર મોદી સરકાર આ વિશે વાત પણ કરવા માંગતી નથી. તેમણે લંડનમાં આયોજિત સંમેલન 'આઈડિયાઝ ફૉર ઈન્ડિયા'માં આ વાત કહી. રાહુલ ગાંધીએ કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ જ કરી રહ્યા છે. પુતિન કહી રહ્યા છે કે હું એના માટે તૈયાર નથી કે તમે અમેરિકા સાથે ગઠબંધન કરો, હું તમારા પર હુમલો કરીશ.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યું, 'રશિયનો યુક્રેનને કહે છે કે અમે તમારી પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારતા નથી. અમે એ માનવાનો ઇનકાર કરીએ છીએ કે બે જિલ્લા તમારા છે. અમે તે બે જિલ્લાઓ પર હુમલા કરીશું જેથી તમે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સાથેના સંબંધો તોડી નાખો.' કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે યુક્રેનમાં શું થઈ રહ્યું છે અને લદ્દાખમાં શું થઈ રહ્યું છે તેની તુલના કરો. મહેરબાની કરીને જુઓ, બંને જગ્યાએ પરિસ્થિતિ સમાન છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, 'ચીનની સેના લદ્દાખ અને ડોકલામ બંનેમાં છે. ચીન કહી રહ્યું છે કે આ વિસ્તારો સાથે ભારતનો સંબંધ છે પરંતુ અમે માનતા નથી કે આ જમીન તમારી છે. તેમણે ઉમેર્યું, 'મારી સમસ્યા એ છે કે ભારત સરકાર તેના વિશે વાત કરવા માંગતી નથી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરહદ પર ચીનની આક્રમકતા અને ચીન દ્વારા પેંગોંગ તળાવ પર બીજા પુલના નિર્માણના અહેવાલોને ટાંકીને દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી સરકાર તેના વિશે વાત પણ કરતી નથી. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ભારતમાં લોકશાહી બધાના ભલા માટે છે અને ભારતીયો જ એવા લોકો છે જેમણે આ અનોખી રીતે લોકશાહી ચલાવી છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પાર્ટીના પ્રવક્તા ગુરદીપ સિંહ સપ્પલ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી 23 મેના રોજ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને 'ઇન્ડિયા એટ 75' વિષય પર તેમને સંબોધિત કરશે.

English summary
Rahul Gandhi hits on Modi government, China creates situation in Ladakh like Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X