For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ રસીકરણ ઉત્સવને ગણાવ્યો ઢોંગ, કહ્યુ - ના હોસ્પિટલમાં બેડ છે, ના વેક્સીન

એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે ઘણા મોટા શહેરોમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. દર્દીઓની સંખ્યા સતત વધવાથી હોસ્પિટલોમાં બેડ સાથે ઑક્સિજન અને દવાઓની પણ કમી સર્જાઈ રહી છે. જેના કારણે મોતનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. સરકાર બધુ બરાબર હોવાનો દાવો તો કરી રહી છે પરંતુ વિપક્ષ સતત નિષ્ફળતાઓ ગણાવી રહ્યુ છે. હવે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે ના ટેસ્ટ છે, ના હોસ્પિટલમાં બેડ છે, ના વેંટીલેટર છે અને ના ઑક્સિજન. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ ઉત્સવ શરૂ કર્યો હતો. જે હેઠળ લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરવામાં આવી હતી. આના પર રાહુલ ગાંધીએ નિશાન સાધીને લખ્યુ કે વેક્સીન છે પણ નહિ, બસ એક ઉત્સવનો ઢોંગ થઈ રહ્યો છે. તેમણે અંતમાં 2020ની શરુ કરવામાં આવેલી પીએમ કેર્સ યોજના પર પણ સવાલ ઉઠાવ્યા.

વળી, આ પહેલા રાહુલ ગાંધીએ વધુ એક ટ્વિટમાં કેન્દ્ર પર નિશાન સાધ્યુ હતુ. આ દરમિયાન રાહુલ ગાંધીએ લખ્યુ હતુ કે ના કોરોના પર કાબુ, ના પૂરતી વેક્સીન, ના રોજગાર, ના ખેડૂત-મજૂરની સુનાવણી, ના MSME સુરક્ષિત, ના મધ્યમ વર્ગ સંતુષ્ટ... આમ(કેરી) ખાવી બરાબર હતી, આમ જન(સામાન્ય માણસ)ને તો છોડી દેતા.

2 લાખના આંકડાને પાર

પહેલી વાર એક દિવસમાં 2 લાખથી પણ વધુ કેસ મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 93,528 દર્દી રિકવર થયા છે અને 1038 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,40,74,564 થઈ ગયા છે.

પેટ્રોલ-ડીઝલમાં રાહતઃ સતત 15 દિવસ સ્થિર રહ્યા બાદ ઘટ્યા ભાવપેટ્રોલ-ડીઝલમાં રાહતઃ સતત 15 દિવસ સ્થિર રહ્યા બાદ ઘટ્યા ભાવ

English summary
Rahul Gandhi hits on Modi government says tika utsav is hypocritical, vaccine and bed not available in hospitals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X