For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુ

વાયનાડમાં મીડિયા સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટથી ગુરુવારે ફોર્મ ભર્યુ. આવેદનપત્ર ભરતી વખતે રાહુલ ગાંધી સાથે તેમની બહેન અને પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા. આવેદનપત્ર ભર્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો. વાયનાડમાં મીડિયા સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યુ.

rahul gandhi

રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યુ, 'હું એક સંદેશ આપવા માટે કેરળ આવ્યો છુ કે ભારત એક છે, પછી તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ ભલે હોય. મારો ઉદ્દેશ્ય અહીંના લોકોને એક સંદેશ આપવાનો છે. રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે દક્ષિણ ભારતમાં એક ભાવના છે કે કેન્દ્ર, પીએમ મોદી અને આરએસએસ દક્ષિણમાં સંસ્કૃતિ અને ભાષાઓ પર હુમલો કરવાનું કામ કરી રહ્યા છે.'

રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમના માટે રોજગાર અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા જ મુખ્ય છે. પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર હુમલો કરતા તેમણે કહ્યુ કે આ સરકારે દેશમાં કોઈ કામ નથી કર્યુ. રાફેલ મુદ્દે પણ તેમણે પીએમ મોદી પર હુમલો કર્યો અને કહ્યુ કે ચોકીદારે ચોરી કરાવી. તેમણે કહ્યુ કે આ દેશના ખેડૂતો પરેશાન છે અને યુવાનો બેરોજગાર છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે મારી લડાઈ પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટી સામે છે નહિ કે સીપીએમ સામે. રાહુલ ગાંધીએ કહ્યુ, 'હું સમજુ છુ કે સીપીએમના મારા ભાઈ અને બહેન હવે મારી સામે બોલશે અને મારા પર નિશાન સાધશે પરંતુ હું મારા સમગ્ર ચૂંટણી અભિયાનમાં સીપીએમ સામે એક શબ્દ પણ નહિ બોલુ.' તમને જણાવી દઈએ કે કેરળની વાયનાડ સીટ પર બીડીજેએસના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લીને એનડીએએ ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચોઃ તૈમૂરને મચ્છરોથી બચાવવા માટે કરીના અપનાવે છે આ દેશી નુસ્ખાઆ પણ વાંચોઃ તૈમૂરને મચ્છરોથી બચાવવા માટે કરીના અપનાવે છે આ દેશી નુસ્ખા

English summary
rahul gandhi in wayanad, My fight against PM Modi, won't say a word against CPM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X