For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પગપાળા ઘરે જઈ રહેલા મજૂરોને મળ્યા રાહુલ ગાંધી, સાંભળી મુશ્કેલીઓ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે પોતાના ઘરે પગે ચાલીને જઈ રહેલા પ્રવાસી મજૂરોને મળ્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે પોતાના ઘરે પગે ચાલીને જઈ રહેલા પ્રવાસી મજૂરોને મળ્યા. રાહુલ ગાંધીએ દિલ્લીના સુખદેવ વિહારમાં પગપાળા જઈ રહેલા જથ્થાને રોકીને મજૂરોને તેમને પડી રહેલી મુશ્કેલી વિશે જાણ્યુ. આ લોકો પોતાના ગૃહ રાજ્ય જઈ રહ્યા હતા. આ દરમિયાન રાહુલ રસ્તાના કિનારે બેઠેલા મજૂરો સાથે વાત કરતા દેખાયા. જો કે મજૂરોને મળવા વિશે મીડિયામાં તેમણે હજુ કંઈ કહ્યુ નથી.

rahul gandhi

રાહુલને મળેલા મજૂરોને કસ્ટડીમાં લેવાની વાત ખોટીઃ દિલ્લી પોલિસ

એ પ્રકારના સમાચાર આવ્યા હતા કે જે મજૂરો રાહુલ ગાંધીને મળ્યા હતા. તેમને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા છે અને જવા નથી દેતા. કોંંગ્રેસના અમુક કાર્યકર્તાઓએ આ રીતના આરોપ લગાવ્યા હતા. દિલ્લી પોલિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે પ્રવાસી પોતાના રસ્તા પર છે. નિયમો અનુસાર તેમનો એક મોટો સમૂહને વાહન પર ચડવાની અનુમતિ આપવામાં આવી નહોતી.

મજૂરોના ખાતામાં રોકડ પૈસા મોકલવાની રાહુલની માંગ

રાહુલ ગાંધી લૉકડાઉન બાદથી સતત સોશિયલ મીડિયા પર મજૂરો વિશે લખાઈ રહ્યુ છે અને ગરીબોના ખાતામાં રોકડ પૈસા મોકલવાની વાત કરી રહ્યા છે. શનિવારે જ સ્થાનિક પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યુ કે સરકાર મજૂરોના પેકેજ વિશે ના સંભળાવે પરંતુ સીધા તેમના ખાતામાં પૈસા જમા કરાવે. તેમણે કહ્યુ કે કોઈ બાળક જ્યારે રડે તો મા તેને લોન નથી આપતી પરંતુ તેને ચૂપ કરાવવાના ઉપાય શોધે છે. તેને ટ્રીટ આપે છે. સરકારને સાહુકાર નથી, માની જેમ વ્યવહાર કરવો પડશે. લોનનુ પેકેજ નહોતુ હોવુ જોઈતુ. પરંતુ ખેડૂત, મજૂરોના ખિસ્સામાં તરત જ પૈસા આપવાની જરૂર છે. રાહુલે કહ્યુ કે ડિમાન્ડને સ્ટાર્ટ કરવા માટે જો આપણે પૈસા ન આપ્યા તો બહુ મોટુ આર્થિક નુકશાન થશે.

મજૂરો વિશે સતત બોલી રહ્યા છે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી લૉકડાઉન બાદથી સતત સોશિયલ મીડિયા પર મજૂરો વિશે લખી રહ્યા છે. તે સતત મજૂરોને ઘરે પહોંચાડવાની વાત કહી રહ્યા છે અને સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 25 માર્ચે દેશભરાં લૉકડાઉન લગાવ્યા બાદથી સતત મજૂરો શહેરોથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. પરિવહના તમામ સાધન બંધ થવાના કારણે મજૂર શહેરોથી પોતાના ઘરે પગપાળા, સાઈકલો, રેકડીઓમાં પાછા જઈ રહ્યા છે.

રક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશેરક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશે

English summary
rahul gandhi interacted with migrant laboures in delhi who were walking return to home states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X