ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', મનમોહન-સોનિયા વિશે આ કહ્યુ
નવી દિલ્લીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની બાયોપિક 'અ પ્રૉમિસ્ડ લેન્ડ'માં વિશ્વના ઘણા નેતાઓ વિશે લખ્યુ છે. તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી એક નર્વસ નેતા અને ઓછી યોગ્યતાવાળા ગણાવ્યા છે. બરાક ઓબામાનુ આ સંસ્મરણ 768 પાનાંનુ છે જે 17 નવેમ્બરે આવશે. ઓબામાએ પોતાના કાર્યકાળમાં 2010 અને 2015માં ભારતનો પ્રવાસ કર્યો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સે ઓબામાની આત્મકથા 'અ પ્રૉમિસ્ડ લેન્ડ'ની સમીક્ષા કરી છે. જે મુજબ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે, 'રાહુલ ગાંધી એક એવા છાત્ર છે જેમણે પોતાનુ કોર્સવર્ક તો પૂરુ કરી લીધુ છે અને તે શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સાહિત પણ રહે છે પરંતુ આ વિષયમાં તેમનામાં મહારત મેળવવા માટેની યોગ્યતા નથી અથવા જૂનુનની કમી છે.'
સોનિયા ગાંધી વિશે ઓબામાએ પોતાના પુસ્તકમાં શું લખ્યુ?
'અ પ્રૉમિસ્ડ લેન્ડ' પુસ્તકમાં બરાક ઓબામાએ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે પુસ્તકમાં લખ્યુ છે, 'આપણને ચાર્લી ક્રિસ્ટ અને રહમ એમેનુએલ જેવા પુરુષોના હેન્ડસમ હોવા વિશે જણાવવામાં આવે છે પરંતુ મહિલાઓના સૌદર્ય વિશે નથી જણાવવામાં આવતુ. માત્ર એક કે બે ઉદાહરણ જ અપવાદ છે..જેમ કે સોનિયા ગાંધી.'
ઓબામાએ પોતાના પુસ્તકમાં મનમોહન સિંહ વિશે શું લખ્યુ?
'અ પ્રૉમિસ્ડ લેન્ડ' પુસ્તકમાં બરાક ઓબામાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને લખ્યુ છે, 'અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી બૉબ ગેટ્સ અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ બંને એકદમ ભાવશૂન્ય સત્ય અને ઈમાનદારી છે.' આ સંસ્મરણમાં બરાક ઓબામાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિનનો પણ ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ લખ્યુ છે, તે શારીરિક રીતે સામાન્ય છે. આ પુસ્તકમાં ઓબામાએ જો બિડેનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે, 'જો બિડેન એક સભ્ય, ઈમાનદાર, નિષ્ઠાવાન વ્યક્તિ છે.'
Sputnik V વેક્સીન ભારત પહોંચી, ટૂંક સમયમાં જ ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે