For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી રાજીનામા પર અડગ, ઉત્તરાધિકારી માટે થઈ શકે છે બેઠક

લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની નૈતિક જવાબદારી લઈને પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની નૈતિક જવાબદારી લઈને પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓની તમામ કોશિશ છતાં પણ રાહુલ ગાંધી પોતાના પદેથી રાજીનામુ આપવાના નિર્ણય પર અડગ છે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આ જવાબદારી માટે એક નવા વ્યક્તિની તપાસ કરવામાં આવે. સૂત્રો અનુસાર છેવટે પાર્ટી રાહુલ ગાંધીના ઉત્તરાધિકારીની તપાસમાં લાગી ગઈ છે. આ બાબતે કોંગ્રેસ વધુ એક વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવા જઈ રહી છે જેમાં પાર્ટીના નવા પ્રમુખની પસંદગી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સતી પ્રથાનું સમર્થન કરનારી પાયલ રોહતગીએ હવે કરી હિંદુ રાષ્ટ્રની માંગઆ પણ વાંચોઃ સતી પ્રથાનું સમર્થન કરનારી પાયલ રોહતગીએ હવે કરી હિંદુ રાષ્ટ્રની માંગ

નિર્ણય પર અડગ

નિર્ણય પર અડગ

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પોતાનુ રાજીનામુ આપનાર રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતાના નિર્ણયથી ન ડગ્યા. સૂત્રોની માનીએ તો પાર્ટીના નેતા હજુ પણ કોશિશ કરી રહ્યા છે કે તે રાહુલ ગાંધીને આ વાત માટે મનાવી લે કે તે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરીએ. સૂત્રો અનુસાર શનિવારે થયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે તેમની મા અને બહેનના નામની બિલકુલ ભલામણ કરવામાં ન આવે.

નેહુરુ-ગાંધી પરિવારના હાથમાં કોંગ્રેસની કમાન

નેહુરુ-ગાંધી પરિવારના હાથમાં કોંગ્રેસની કમાન

તમને જણાવી દઈએ કે આઝાદી બાદ કોંગ્રેસને મોટાભાગે નહેરુ-ગાંધી પરિવારે જ ચલાવ્યુ છે. જો કે પાર્ટીએ સીતારામ કેસરીની આગેવાનીમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ જેમણે પાર્ટીની કમાન તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા રાજીવ ગાંધીની હત્યા બાદ સંભાળી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી હતી. પરંતુ જે રીતે પાર્ટી લોકસભા ચૂંટણીમાં સતત બે વાર હારી અને 17 રાજ્યોમાં એક પણ સીટ પર જીત ન મળી ત્યારબાદ રાહુલ ગાંધીએ પાર્ટીની કમાન સંભાળવાનો ઈનકાર કરી દીધો. જો કે તેમણે આ વાતનો ભરોસો આપ્યો છે કે તે નવા અધ્યક્ષને પાર્ટીની કમાન સંભાળવામાં મદદ કરશે અને પાર્ટીના સાચા સિપાહી બની રહેશે.

રાહુલે લગાવ્યા હતા સંગીન આરોપ

રાહુલે લગાવ્યા હતા સંગીન આરોપ

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ખુલીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કહ્યુ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પોતાના પુત્રોને ટિકિટ અપાવવા માટે જોર લગાવ્યુ. એ રાજ્યોમાં પણ પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યુ જ્યાં કોંગ્રેસની સરકાર છે. રાહુલે કહ્યુ કે હું આ નેતાઓના પુત્રોને ટિકિટ આપવાના પક્ષમાં નહોતા. આ લોકોએ પાર્ટીથી આગળ પોતાના પુત્રોને રાખ્યા. તેમણે કહ્યુ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જે મુદ્દાઓને આગળ વધારીને ભાજપ અને પીએમ મોદી સામે પ્રચાર કરવાનો હતો તે વિશે નેતાઓમાં સામાન્ય મંતવ્ય બની શક્યુ નહિ.

English summary
Rahul Gandhi firm on quitting congress president post party to find his successor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X