'રાહુલ ગાંધી કોંગ્રેના ભગવાન છે, જેમણે જે કરવું હોય કરી લે', ઓબામાને આચાર્ય પ્રમોદનો જવાબ
નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પોતાની આત્મકથા 'અ પ્રોમિસ્ડ લેન્ડ'માં રાહુલ ગાંધીને એક નર્વસ નેતા ગણાવ્યા. રાહુલ ગાંધી પર ઓબામાની ટિપ્પણી બાદ કોંગ્રેસ નેતા બરાક ઓબામા પર હુમલાવર થઈ રહ્યા છે. જ્યારે ભાજપ આ મુદ્દાને લઈ કોંગ્રેસ પર તંજ કસી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું. 2019ની ચૂટણીમાં લોકસભાથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા આચાર્ય પ્રમોદે ટ્વીટ કરી કહ્યું, "રાહુલ ગાંધી કોંગ્રેસના ભગવાન છે, જેમણે જે કરવું હોય એ કરી લે."

બરાક ઓબામા બોલી દે, તે મોદી ભક્ત થઈ ગયાઃ આચાર્ય પ્રમોદ
ટ્વીટ સાથે આચાર્ય પ્રમોદે પોતાનો એક વીડિયો પણ જાહેર કર્યો વીડિયોમાં તેમણે બરાક ઓબામાને મોદી ભક્ત ગણાવ્યા છે. આચાર્ય પ્રમોદે વીડિયોમાં કહ્યું, શું ઓબામા રાહુલ ગાંધીના સહપાઠી રહ્યા છે, શું રાહુલ ગાંધી જે સ્કૂલમાં ભણ્યા ઓબામા તેના માસ્ટર હતા? શું ઓબામાએ લોકોને સર્ટિફિકેટ આપવાની સંસ્થા ખોલી લીધી છે? બરાક ઓબામાને કેવી રીતે ખબર પડી કે રાહુલ ગાંધી અયોગ્ય છે? કાબિલ નથી? તેમને કેવી રીતે ખબર પડી કે રાહુલ ગાંધી નર્વસ વિદ્યાર્થી છે? ઓબામાને આ વાત ખબર હોવી જોઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના કરોડો કાર્યકર્તાના ભગવાન છે. બરાક ઓબામા પોતાની સીમામાં રહે. અથવા તો ખુલીને બોલી દે કે તેઓ મોદી ભક્ત બની ગયા છે.
|
ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધનો ઉલ્લેખ કર્યો
ન્યૂયોર્ક ટાઈમ્સે બરાક ઓબામાના પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ'ની સમીક્ષા કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી માટે લખ્યું છે, 'રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેમણે પોતાનો કોર્સવર્ક તો કરી લીધો છે અને શિક્ષકને પ્રભાવિત કરવામાં લાગ્યા પણ રહે છે પરંતુ આ વિષયમાં તેમને મહારત હાંસલ કરવા માટે કાં તો તેમનામાં યોગ્યતા નથી અથવા તો ઝુનૂનની કમી છે.'

બરાક ઓબામાના પુસ્તકમાં ઉલ્લેખ
બરાક ઓબામાના પુસ્તક 'અ પ્રોમિસ્ડ લેન્ડ'નું આ સંસ્કરણ 768 પાનાનું છે. આ પુસ્તક 17 નવેમ્બરે માર્કેટમાં આવશે. જણાવી દઈએ કે બરાક ઓબામાએ પોતાના કાર્યકાળમાં 2010 અને 2015મમાં ભારતની યાત્રા કરી હતી, જે દરમ્યાન તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ હતી.
મહારાષ્ટ્રમાં 16 નવેમ્બરથી ખુલશે બધા ધાર્મીક સ્થળ, ઉદ્ધવ સરકારે આપ્યો આદેશ