For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ: ઉજ્જેન પહોંચેલા રાહુલ ગાંધીએ મહાકાલના દર્શન કર્યા

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારની સવારે ઉજ્જેનના મહાકાલ મંદિર પહોંચ્યા. અહીં તેમને મહાકાલના દર્શન કરવાની સાથે સાથે રુદ્રાભિષેક પણ કર્યો.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારની સવારે ઉજ્જેનના મહાકાલ મંદિર પહોંચ્યા. અહીં તેમને મહાકાલના દર્શન કરવાની સાથે સાથે રુદ્રાભિષેક પણ કર્યો. તેઓ મંદિરમાં લગભગ 45 મિનિટ સુધી રહ્યા. તેમને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી. આ દરમિયાન કોંગ્રેસ નેતા કમલનાથ અને જ્યોતિઆદિત્ય સિંધીયા પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ગર્ભગૃહમાં જવા માટે શાલ ધારણ કરી અને બધી જ વિધિઓ સાથે ભગવાન મહાકાલની પૂજા કરી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ભગવાન મહાકાળનો જળાભિષેક કર્યો. પૂજા અર્ચના પછી રાહુલ ગાંધી ઉજ્જેનમાં સભા માટે રવાના થયા.

આ પણ વાંચો: છત્તીસગઢઃ મા સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર દીકરાને રાહુલ ગાંધીએ મનાવ્યો

દર્શન કરવા માટે વિશેષ વિમાનથી પહોંચ્યા

દર્શન કરવા માટે વિશેષ વિમાનથી પહોંચ્યા

29 ઓક્ટોબરની સવારે રાહુલ ગાંધી સવારે સાઢા દસ વાગ્યે દર્શન કરવા માટે વિશેષ વિમાન ઘ્વારા ઇન્દોર પહોંચ્યા. ત્યાં થોડા સમય રોકાયા પછી તેઓ હેલીકૉપટર ઘ્વારા ઉજ્જેન આવ્યા. આપને જણાવી દઈએ કે વર્ષ 1979 દરમિયાન ઇન્દિરા ગાંધીએ પણ ચૂંટણી પહેલા બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા અને ઇમર્જન્સી ખોફ છતાં પણ તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા.

જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા

જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા

ઉજ્જેનમાં મહાકાલ ની પૂજા પછી રાહુલ ગાંધી ઉજ્જેનના દશહરા મેદાનમાં એક જનસભા સંબોધિત કરશે. ત્યારપછી રાહુલ ગાંધી માલવા-નિમાડ પ્રવાસે રહેશે. રાહુલ ગાંધી અહીં પોતાની પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા જોતા એસપીજી ટીમે પોલીસ કંટ્રોલ રૂમ પર ઉપરી અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ સહીત બેઠક કરવામાં આવી.

દિગ્વિજયે માફી માંગી

દિગ્વિજયે માફી માંગી

રાહુલ ગાંધીના આ પ્રવાસ દરમિયાન દિગ્વિજય સિંહ તેમની સાથે નથી. કોઈ પણ પ્રકારની રાજનીતિ શરુ ના થાય એટલા માટે દિગ્વિજયે ઉજ્જેન નહીં પહોંચવા પર માફી માંગી છે. દિગ્વિજય સિંહ એ ટવિટમાં કહ્યું છે કે મને રાહુલજીએ કંઈક જરૂરી કામ સોંપ્યું છે, જેથી હું તેમના ઇન્દોર અને ઉજ્જેન પ્રવાસમાં હાજર નહીં રહું. તેના માટે હું માફી માંગુ છું.

English summary
rahul gandhi is in ujjain and see mahakal temple and worship mahadeva
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X