For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘310 FIR બાદ પણ છત્તીસગઢના સીએમ પર કોઈ કાર્યવાહી નહિ': રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજી કહે છે કે તે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા છે પરંતુ છત્તીસગઢ આવીને પોતાના સીએમને ભ્રષ્ટ નથી કહેતા.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં શનિવારે પહેલા ચરણના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને જોતા કાંકેરમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજી કહે છે કે તે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યા છે પરંતુ છત્તીસગઢ આવીને પોતાના સીએમને ભ્રષ્ટ નથી કહેતા. તમારા 5 હજાર કરોડ રૂપિયા ચિટ ફંડ સ્કેમમાં ગાયબ થઈ ગયા છે. રાહુલે કહ્યુ કે આ મામલે 310 એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહિ કારણકે મુખ્યમંત્રી જ આમાં શામેલ છે. આ પહેલા રાહુલ રાજનંદગાંવમાં એક ગુરુદ્વારા પણ ગયા.

આ પણ વાંચોઃ છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનોઆ પણ વાંચોઃ છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો

સીએમે પુત્ર સામે કોઈ કાર્યવાહી કેમ ન કરી

સીએમે પુત્ર સામે કોઈ કાર્યવાહી કેમ ન કરી

રાહુલે છત્તીસગઢમાં થયેલા ભ્રષ્ટાચાર પર હુમલો કરતા કહ્યુ કે પીડીએસમાં પણ અહીં સ્કેમ થયુ છે. છત્તીસગઢના લોકોના 36 હજાર કરોડ રૂપિયા લૂંટવામાં આવ્યા. તેમણે કહ્યુ, ડાયરી મળી, ડાયરીમાં લખ્યુ હતુ સીએમ મેડમને પૈસા આપ્યા. ડૉક્ટર સાહેબને પૈસા આપ્યા. રાહુલે સીએમ રમણ સિંહને પુછ્યુ કે સીએમ મેડમ અને ડૉક્ટર સાહેબ કોણ છે જેમનુ નામ સ્કેમ સાથે જોડાયેલ મામલે ડાયરીમાં લખવામાં આવ્યુ છે. રાહુલે કહ્યુ કે જો મુખ્યમંત્રી જવાબ ન આપવા ઈચ્છતા હોય તો તેમણે છત્તીસગઢની જનતાને જણાવવુ જોઈએ કે પુત્રની સામે કાર્યવાહી કેમ ન કરી. છત્તીસગઢના મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપરમાં આવ્યુ છે. પનામા પેપરમાં નામ આવ્યા બાદ પાકિસ્તાનમાં પીએમને જેલ થઈ ગઈ. સીએમ રમણ સિંહ પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે રમણ સિંહજીએ હજારો કરોડ એકર જમીન ખેડૂતો, આદિવાસીઓ પાસેથી છીનવી લીધી. કોંગ્રેસની સરકાર આવી તો અમે ગામના દરેક પરિવારને જમીન આપવાના છીએ.

ખેડૂતોને બોનસ પણ આપીશુ

ખેડૂતોને બોનસ પણ આપીશુ

રાહુલ ગાંધીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે મુખ્યમંત્રી રમણ સિંહે અનાજ માટે રૂ.2100 એમએસપી આપવાનું વચન આપ્યુ હતુ પરંતુ આજે ખેડૂતોને માત્ર રૂ.1500 મળે છે. કોંગ્રેસ સરકાર અનાજ માટે રૂ.2500ની એમએસપી આપશે. અમે ખેડૂતોને બોનસ પણ આપીશુ જે ભાજપે વચન આપ્યુ હતુ અને તેને પૂરુ કરવામાં નિષ્ફળ રહી છે. છત્તીસગઢમાં લાખો યુવા રોજગાર છે, બજારોમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા. બસ્તર જિલ્લામાં કારખાના નથી.

ખેડૂતો અને આદિવાસીઓની ભૂમિની રક્ષા કરે

ખેડૂતો અને આદિવાસીઓની ભૂમિની રક્ષા કરે

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું તમને વિશ્વાસ આપવા ઈચ્છુ છુ કે અમે જનજાતીય અધિકાર અધિનિયમ, પીઈએસએ અધિનિયમ અને ભૂમિ અધિગ્રહણ અધિનિયમ લાગુ કરીશુ કે જે ખેડૂતો અને આદિવાસીઓની ભૂમિની રક્ષા કરે છે. પીએમ પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજી હવે નોટબંધી, ગબ્બર સિંહ ટેક્સ, ભ્રષ્ટાચારની વાત નથી કરતા, હવે ચોકીદાર ચૂપ થઈ ગયા છે. હિંદુસ્તાનની બેંકના સાડા 12 લાખ કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીએ હિંદુસ્તાનના 15 સૌથી અમીર લોકોને આપ્યા. અમે ઈચ્છીએ છીએ કે તે 12 લાખ કરોડ રૂપિયા મહિલાઓ, યુવાનો અને આદિવાસીઓને મળે.

આ પણ વાંચોઃ IVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડાઆ પણ વાંચોઃ IVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડા

English summary
Rahul Gandhi in Kanker Chhattisgarh elections rally raman singh bjp congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X