For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનરલ હુડ્ડાના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદનને લઈ રાહુલે મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- શરમ નથી આવતી

સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધી- મોદીને શરમ નથી આવતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાના સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચારને ખોટો ગણાવવાની વાતને રાહુલ ગાંધીએ સમર્થન કર્યું છે. આ નિવેદનના હવાલાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે. ગાંધીએ કહ્યું કે સેનાની બહાદુરીનો ઉપયોગ પ્રધાનમંત્રી પોતાની રાજનીતિ ચમકાવવા માટે કરે છે. જનરલ હુડ્ડાએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી ગોપનીય રાખીએ તે જ યોગ્ય છે.

રાહુલે કહ્યું, તમે સાચા ફૌજી

રાહુલે કહ્યું, તમે સાચા ફૌજી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે જનરલ તમે એક સાચા ફૌજીની જેમ બોલી રહ્યા છે અને ભારતને તમારા પર ગર્વ છે. નિશ્ચિત રીતે મિસ્ટર 36ને અમારી સેનાની અંગત સંપત્તના રૂપમાં ઉપયોગ કરવામાં કોઈ શરમ નથી આવતી. પીએમ મોદીએ રાજનૈતિક લાભ માટે સર્જિકલ સ્ટ્રાઈક અને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો પહોંચાડવા માટે રાફેલ ડીલનો ઉપયોગ કર્યો.

આવું બોલ્યા હતા જનરલ હુડ્ડા

આવું બોલ્યા હતા જનરલ હુડ્ડા

સેનાના બે વર્ષ પહેલા પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવા પર લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ ગત શુક્રવારે કહ્યું કે સફળતા પર ખુશી સ્વાભાવિક છે પરંતુ અભિયાનનો સતત પ્રચાર કરવો ઠીક નથી. જનરલ હુડ્ડાએ ચંદીગઢમાં મિલેટ્રી સાહિત્ય મહોત્સવ 2018માં સીમા પાર અભિયાન અને સર્જિકલ સ્ટ્રાઈકની ભૂમિકા પર બોલતા આ વાત કહી હતી. જનરલ હુડ્ડા 29 સપ્ટેમ્બર 2016ના રોજ નિયંત્રણ રેખા પાર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉત્તરી સૈન્ય કમાનના કમાંડર હતા.

સેના ચીફે અંગત નિવેદન ગણાવ્યું

સેના ચીફે અંગત નિવેદન ગણાવ્યું

જનરલ હુડ્ડાના સર્જિકલ સ્ટ્રાઈક પર આપવામાં આવેલ નિવેદનને સેના પ્રમુખે એમનું અંગત નિવેદન ગણાવ્યું છે. સેના ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે આ એમનું વ્યક્તિગત નિવેદન છે, તેઓ આના પર કંઈ નહિ કહે. તેઓ આ ઓપરેશનને અંજામ આપનાર મુખ્ય વ્યક્તિઓમાં સામેલ રહ્યા છે.

રાજસ્થાનઃ રસ્તામાંથી મળ્યું ઈવીએમ મશીન, બે ઑફિસર સસ્પેન્ડરાજસ્થાનઃ રસ્તામાંથી મળ્યું ઈવીએમ મશીન, બે ઑફિસર સસ્પેન્ડ

English summary
Rahul Gandhi lauded Lt Gen Hooda Surgical strikes comment jibe at Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X