For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણમંત્રીના જવાબ બાદ રાહુલ બોલ્યાઃ ‘પરિકર નહિ પીએમ પર ભ્રષ્ટાચારના આરોપ'

રાફેલ ડીલ અંગે લોકસભામાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના જવાબથી કોંગ્રેસ અધ્યક્ષે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ છે કે જે સવાલ કરવામાં આવ્યા તેનો જવાબ મળ્યો નથી.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે લોકસભામાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના જવાબથી કોંગ્રેસ અધ્યક્ષે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ છે કે જે સવાલ કરવામાં આવ્યા તેનો જવાબ મળ્યો નથી. સંરક્ષણ મંત્રીના ભાષણ બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે જે સવાલ વિપક્ષના હતા તેને બતાવવામાં આવ્યા નથી. સવાલ હતો કે ડીલમાં અનિલ અંબાણીને લાવવાની વાત કોના કહેવા પર કરવામાં આવી હતી. અઢી કલાક સુધી સંરક્ષણ મંત્રીએ ભાષણ આપ્યુ પરંતુ એ ન જણાવ્યુ કે એચએએલ સાથે સોદો લઈને અનિલ અંબાણીની કંપનીને કેમ આપવામાં આવ્યો. રાહુલે ફરીથી એક વાર સંસદની અંદર પ્રધાનમંત્રી પર ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો.

pm modi

રાહુલે કહ્યુ, મે સંરક્ષણ મંત્રી સીતારમણ કે પૂર્વ સંરક્ષણ મંત્રી પરિકર પર ગોટાળો કરવાનો આરોપ નથી લગાવી રહ્યો. મારો આરોપ પ્રધાનમંત્રી પર છે કારણકે ડીલ સીધી રીતે તેમની દેખરેખમાં થઈ. રાહુલે કહ્યુ કે સંરક્ષણ મંત્રી મારી માત્ર એક વાતનો જવાબ આપી દે કે પ્રધાનમંત્રીએ રક્ષા સોદાને બાયપાસ કર્યો છે કે નથી કર્યો.

રાહુલે કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મારી વાતચીત અંગે પુરાવા માંગવામાં આવ્યા. ફ્રાંસના વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રો સાથે ડીલ વિશે વાતચીત થઈ છે. મે તેમને પૂછ્યુ કે શું ડીલની કિંમત બતાવવામાં કોઈ મુશ્કેલી છે. તેમણે કહ્યુ કે આ અંગે કોઈ કરાર નથી. પછી કિંમત બતાવવામાં શું મુશ્કેલી છે. રાહુલે કહ્યુ કે સંરક્ષણ મંત્રીએ ન જણાવ્યુ કે સરકારની ડીલમાં રાફેલના ભાવ અલગ અલગ કેમ છે અને કરારને કેમ બદલવામાં આવ્યો. તેમણે કહ્યુ કે દેશને ખતરો છે તો 36ની જગ્યાએ 126 વિમાન કેમ ન ખરીદવામાં આવ્યા.

રાહુલ ગાંધીના સવાલ પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યુ, ઓફસેટ કરાર અંગે નીતિ 2013માં યુપીએના સમય દરમિયાન બની હતી જેને વર્તમાન સરકારે બદલી નથી. ઓફસેટ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નિર્માતા કંપનીને છે. આમાં બંને દેશોની સરકારોની કોઈ દખલ નથી. કોણ પાર્ટનર હશે એ કંપનીને નક્કી કરવાનું હોય છે.
શુક્રવારે લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ રાફેલ ડીલ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યુ કે આમાં સરકાર ઘણુ છૂપાવી રહી છે જે દેશની સામે આવવુ જોઈએ. ત્યારબાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સંસદને ડીલ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર સીતારમણનો જવાબઃ સપ્ટેમ્બર સુધી પહેલુ, 2022 સુધી બધા 36 વિમાન મળી જશેઆ પણ વાંચોઃ રાફેલ ડીલ પર સીતારમણનો જવાબઃ સપ્ટેમ્બર સુધી પહેલુ, 2022 સુધી બધા 36 વિમાન મળી જશે

English summary
Rahul Gandhi in Lok Sabha over rafale deal after nirmala sitharaman speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X