For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

પહેલા તબક્કાની ચૂંટણીના થોડા કલાકો પહેલા જ એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. પ

|
Google Oneindia Gujarati News

આજે 17મી લોકસભા માટે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે, આજે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઈ રહ્યુ છે જેમાં બિહારની ચાર સીટ, છત્તીસગઢની બસ્તર સીટ, પશ્ચિમ ઉત્તર પ્રદેશની 8 સીટ, ઓડિશાની 4 સીટ, અસમની 5 સટ, જમ્મુ કાશ્મીરની બે, મહારાષ્ટ્રની 7 સીટ અને પશ્ચિમ બંગાળની 2 સીટો શામેલ છે જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાના સહિત 9 એવા રાજ્ય છે જ્યાં પહેલા તબક્કામાં જ ચૂંટણી ખતમ થઈ જશે એટલે કે અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાના, ઉત્તરાખંડ અને લક્ષદ્વીપમાં બધી સીટોના ઉમેદવારોનું નસીબ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.

પીએમની રેસમાં નથી રાહુલ

પીએમની રેસમાં નથી રાહુલ

દરેક પાર્ટી તરફથી પહેલા તબક્કાના મતદાન માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. હવે જનતા પર એ ચૂંટણી પ્રચારની કેટલી અસર થઈ છે તે તો 23મેના રોજ માલુમ પડશે જે દિવસે ચૂંટણી પરિણામ આવશે. પરંતુ પહેલા તબક્કાની ચૂંટણીના થોડા કલાકો પહેલા જ એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. પવારે કહ્યુ કે વિપક્ષનું પહેલુ લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને હરાવવાનુ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવાની રેસમાં નથી.

ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છેઃ પવાર

ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છેઃ પવાર

પવારે કહ્યુ કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છે અને ચૂંટણી બાદ જ ગઠબંધન નિર્ણય લેશે કે દેશના પીએમ કોણ હશે, જે રીતે દેશની જનતાએ મનમોહન સિંહને દેશના પીએમ સ્વીકાર કર્યા હતા તે રીતે બીજો કોઈ ચહેરો દેશના પીએમ રૂપે સામે આવશે.

દર વખતે રાહુલનો ઉલ્લેખ જ કેમ?

દર વખતે રાહુલનો ઉલ્લેખ જ કેમ?

પવારને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે વ્યક્તિ કયા પક્ષના હશે તો પવારે કહ્યુ કે તે કોંગ્રેસ અને તેની સાથે શામેલ પાર્ટીની વચ્ચેનો હશે, પવારે કહ્યુ કે મહાગઠબંધનના નામની કોઈ વસ્તુ જ નથી. બસ આ શબ્દ ભાજપ તરફથી મતદારોને ગુમરાહ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. પવારે એ પણ કહ્યુ કે ભાજપ અને પીએમ મોદી રાહુલ ગાંધીને એક નબળા નેતા તરીકે રજૂ કરી રહ્યા છે અને તે દરેક સમયે તેમના પર કટાક્ષ કરે છે પરંતુ શું તે એ જણાવી શકે છે કે જો તે આટલા નબળા નેતા છે તો પછી તેમની દરેક રેલી, ભાષણ અને નિવેદનમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ કેમ હોય છે.

ચૂંટણી દરમિયાન ઉન્માદી થઈ જાય છે પીએમ મોદીઃ પવાર

ચૂંટણી દરમિયાન ઉન્માદી થઈ જાય છે પીએમ મોદીઃ પવાર

આટલેથી ન રોકાતા તેમણે કહ્યુકે પીએમ મોદી આમ તો ઠીક છે પરંતુ ચૂંટણી દરમિયાન ઉન્માદી બની જાય છે. શરદ પવારે પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે કોઈની ટીકા કરવાથી બચવાની સલાહ આપતા કહ્યુ કે આ કામની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી રાખી છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અપીલ, પહેલા મતદાન પછી જલપાન!આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અપીલ, પહેલા મતદાન પછી જલપાન!

English summary
NCP supremo Sharad Pawar is positive that the anti-BJP alliance will be forming the next government after the Lok Sabha elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X