Covid-19: રડાવી દેશે દિલ્લીના આ પત્રકારની આપવીતી, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી મદદનો ભરોસો આપ્યો
દેશની રાજધાની દિલ્લીમાં બગડતી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તેમજ સાંસદ રાહુલ ગાંધીએ એક પત્રકારનો ખૂબ જ માર્મિક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પત્રકારે ખૂબ જ માર્મિક અપીલ કરતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં અજય ઝા નામના એક પત્રકારનો આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો. તેમણે છેલ્લા 10 દિવસોમાં પોતાના 2 સંબંધીઓને ગુમાવી દીધા છે. તેમણે વીડિયો શેર કરીને રાહુલ ગાંધીને લખ્યુ, 'તે આવા લોકોની સુરક્ષા માટે કંઈ પણ કરશે.'
પોતાના વીડિયોમાં અજય ઝા કહે છે કે, 'મારા ઘરમાં બધા લોકો કોવિડ-19 પૉઝિટીવ છે. મારી પત્ની અને મારી બે દીકરીઓ. છેલ્લા 10 દિવસોમાં બે જણના મોત થઈ ચૂક્યા છે. પહેલા મારા સસરાનુ મોત થયુ હતુ. એક-બે દિવસ પહેલા મારા સાસુએ દમ તોડી દીધો. તે ત્યારબાદ જણાવે છે કે કેવી રીતે સરકારી મશીનરી બિલકુલ સીરિયસ નથી. અજય કહે છે, બૉડી અહીં રહી, કોઈ લેવા ન આવ્યુ. એમ્બ્યુલન્સ આવી હતી પરંતુ તે લઈ ના ગઈ. બધા એકબીજા પર જવાબદારી નાખી રહ્યા છે.(અરવિંદ) કેજરીવાલ અને બાકી સરકાર દાવો કરી રહી છે કે બધુ ઠીક છે પરંતુ સચ્ચાઈ એ છે કે કંઈ પણ નથી, લોકો બસ ભગવાન ભરોસે છે.'
પરિવાર માટે માંગી રહ્યા છે મદદ
અજય ઝાએ જણાવ્યુ કે તે અને તેમનો પરિવાર ખૂબ જ તકલીફમાં છે. તે લોકો પાસે મદદ માંગી રહ્યા છે જેથી કોઈ રીતે સંકટમાંથી બહાર નીકળી શકે. તેમણે કહ્યુ, મારે બે નાની છોકરીઓ છે. (મા-બાપ)ગુમાવીને મારી પત્ની સંપૂર્ણપણે તૂટી ચૂકી છે. બહુ હિંમત રાખી રહ્યો છુ પરંતુ ખબર નહિ શું થશે... મદદ જોઈએ... ઈલાજ જોઈએ... એ આશા છે કે લોકો સાંભળશે...આગળ આવશે...મદદ કરશે.
રાહુલ ગાંધીએ વીડિયો ટ્વિટ કરીને શેર કર્યો
આ આખો વીડિયો રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો અને મદદ કરવાની વાત કહી. તેમણે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ, અજય જેવા લાખો ભાઈ-બહેનોને કહેવા ઈચ્છુ છુ કે અમે તમારી પીડાને સમજીએ છીએ. અમે તમારી સુરક્ષા માટે બધુ કરીશુ. આપણે સાથે મળીને આમાંથી બહાર નીકળીશુ. રાહુલ ગાંધીના ટ્વિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને પરિવાર સુધી મદદ પહોંચાડવાની વાત કરી રહ્યા છે.
For the millions of my sisters and brothers like Ajay, we share your pain. We will do everything to protect you.
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2020
We will overcome this together. #SpeakUpDelhi pic.twitter.com/gO6mWD1F5h
ગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ