For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી પર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

રાફેલ અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કોંગ્રેસ સતત મોદી સરકાર પર રાફેલ ડીલમાં ગરબડનો આરોપ લગાવીને હુમલો કરી રહી છે. ગુરુવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી પર હુમલો કર્યો. તેમણે રાફેલ પર ફ્રાંસના મીડિયામાં ચાલી રહેલ સમાચારો અંગે પીએમ મોદી અને અનિલ અંબાણીને ઘેર્યા.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણમીને 30 હજાર કરોડ રૂપિયાનો લાભ કરાવ્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ સીધા અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા આપી દીધી. તેમણે સંરક્ષણ મંત્રીના ફ્રાંસના પ્રવાસ અંગે પણ સવાલ ઉઠાવ્યા. રાહુલે કહ્યુ કે પીએમ મોદી અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ INX- મીડિયા કેસમાં ઈડીએ જપ્ત કરી કાર્તિ ચિદમ્બરની 54 કરોડની સંપત્તિઆ પણ વાંચોઃ INX- મીડિયા કેસમાં ઈડીએ જપ્ત કરી કાર્તિ ચિદમ્બરની 54 કરોડની સંપત્તિ

રાહુલે કહ્યુ કે અનિલ અંબાણી 45 હજાર કરોડના દેવામાં છે. એટલા માટે તેમને પીએમ મોદીએ લાભ કરાવ્યો છે. તેમણે કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભાવો અંગે કોઈ ગોપનીયતા નથી. પીએમ મોદી પર મોટો હુમલો કરતા રાહુલે કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. રાહુલે કહ્યુ, 'પહેલા ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે અનિલ અંબાણીજી કો રાફેલનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ.'

આ પણ વાંચોઃ જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસઆ પણ વાંચોઃ જયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ

English summary
rahul gandhi press conference over rafale deal says pm modi is corrupt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X