For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ કયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, સુરજેવાલ અને શ્રીનિવાસ નિવાસ બીવીની અટકાયત

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રની વચ્ચે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીમાં ખેડૂત સંગઠનોનુ આંદોલન તીવ્ર બન્યુ છે. આઠ મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો જંતર-માતર ખાતે 'કિસાન સંસદ' ચલ

|
Google Oneindia Gujarati News

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રની વચ્ચે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીમાં ખેડૂત સંગઠનોનુ આંદોલન તીવ્ર બન્યુ છે. આઠ મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો જંતર-માતર ખાતે 'કિસાન સંસદ' ચલાવી રહ્યા છે, જેમાં સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સાથે જ ખેડૂત આંદોલનને રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે. સોમવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે ટ્રેક્ટર ચલાવીને સંસદમાં પહોંચ્યા હતા.

Agriculture Law

આ દરમિયા, મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'હું સંસદમાં ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું. મોદી સરકાર ખેડૂતોના અવાજને દબાવી રહી છે અને સંસદમાં કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા દેતી નથી. સરકારે આ ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવા પડશે. આખો દેશ જાણે છે કે આ કાયદાઓ ફક્ત દેશના 2-3- મોટા ઉદ્યોગપતિઓની તરફેણમાં છે. તે જ સમયે, દિલ્હી પોલીસે કોંગ્રેસના મહામંત્રી રણદીપ સુરજેવાલા અને યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બીવી સહિતના પાર્ટીના અનેક કાર્યકરોની કલમ 144 નું ઉલ્લંઘન કરીને ટ્રેક્ટર કૂચ કાઢવા બદલ તેની અટકાયત કરી હતી.

મહિલાઓએ ખેડૂત સંસદનું કર્યું સંચાલન

તમને જણાવી દઈએ કે કૃષિ કાયદાઓના મુદ્દા પર ખેડૂતો સિવાય સરકાર સંસદમાં વિપક્ષના વિરોધનો પણ સામનો કરી રહી છે. સોમવારે શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, દિલ્હીના જંતર મંતર પર પણ છેલ્લા ઘણા દિવસોથી ખેડુતોની સંસદ ચાલી રહી છે. ખેડૂત સંગઠનોના નિયત કાર્યક્રમ મુજબ સોમવારે દિલ્હી પહોંચેલી મહિલાઓએ સંસદનું સંચાલન કર્યું હતું. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી કૃષિ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ સરકારે કહ્યું છે કે, ખેડૂતોએ પોતાનું આંદોલન સમાપ્ત કરવું જોઈએ અને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી લેવો જોઈએ.

English summary
Rahul Gandhi reached Parliament by driving a tractor in protest of agricultural laws
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X