For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીની સમાધિ પર રાહુલે ચડાવ્યુ કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ

રાહુલે મહાત્મા ગાંધીની સમાધિ પર કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે આજે ભારત બંધનું આહવાન કર્યુ છે. કોંગ્રેસના આ ભારત બંધને 21 રાજકીય દળોઅ પોતાનું સમર્થન આપ્યુ છે. આ બંધમાં હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થઈ ગયા છે. તે કાલે રાતે જ કૈલાશ માનસરોવર યાત્રાથી પાછા ફર્યા છે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

સોમવારે સવારે તેઓ સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા જ્યાં પહેલેથી જ કોંગ્રેસના ઘણા દીગ્ગજ નેતાઓ હાજર હતા. રાહુલે મહાત્મા ગાંધીની સમાધિ પર કૈલાશ માનસરોવરથી લાવેલુ જળ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ વાતની પુષ્ટિ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ કરી છે. ત્યારબાદ રાહુલ ગાંધી માર્ચમાં શામેલ થઈ ગયા છે.

આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે સોનિયા ગાંધીના રાજઘાટ પર ધરણાંઆ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે સોનિયા ગાંધીના રાજઘાટ પર ધરણાં

21 વિપક્ષી દળોનું સમર્થન

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધ આપ્યુ છે. કોંગ્રેસનો દાવો છે કે આ વિરોધ પ્રદર્શમાં 21 વિપક્ષી દળોનું સમર્થન મળ્યુ છે. એનસીપી પ્રમુખ શરદ પવાર, દ્રમુક પ્રમુખ એમ કે સ્ટાલિન અને ડાબેરી નેતાઓએ કોંગ્રેસ તરફથી બોલાવેયાલા ભારત બંધને ખુલ્લુ સમર્થન આપ્યુ છે.

ભારત બંધ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી

પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બંધના આહવાનના કારણે કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ કોઈ હિંસક પ્રદર્શનમાં શામેલ નહિ થાય. કોંગ્રેસનું કહેવુ છે કે તેમના તરફથી બોલાવાયેલ ભારત બંધ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

English summary
Rahul Gandhi reached Raj Ghat, offers holy water from Kailash Mansarovar at Mahatma Gandhi's Samadhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X