For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મારા ટી-શર્ટને હાઈલાઈટ કરે છે, જે ગરીબ બાળકો ફાટેલા કપડા પહેરીને યાત્રામાં ચાલે છે, તેને મીડિયા નથી પૂછતી'

ઉત્તર પ્રદેશના બાગપતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની કડાકાની ઠંડીમાં ટી-શર્ટ પહેરવા પર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

Rahul Gandhi Bharat Jodo Yatra: કોંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રા આજે ઉત્તર પ્રદેશના શામલીથી શરુ થઈ. આ પહેલા ઉત્તર પ્રદેશના બાગપતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની કડાકાની ઠંડીમાં ટી-શર્ટ પહેરવા પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'મીડિયા તેમના પહેરવેશને હાઈલાઈટ કરી રહ્યુ છે પરંતુ ફાટેલા કપડામાં તેમની સાથે ચાલતા ગરીબ ખેડૂત અને મજૂરો અને તેમના બાળકો પર કોઈ ધ્યાન નથી આપતુ.'

Rahul Gandhi

રાહુલ ગાંધીએ કહ્યુ, 'હું ભારત જોડો યાત્રામાં ટી-શર્ટ પહેરીને ફરુ છુ. આ યાત્રામાં ગરીબ ખેડૂત મજૂરોના ઘણા બાળકો ફાટેલા કપડા પહેરીને ચાલે છે. પરંતુ મીડિયા પૂછતુ નથી કે ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો શિયાળાની ઠંડીમાં સ્વેટર/જેકેટ વગર કેમ ચાલે છે.

તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રાની શરૂઆતથી જ રાહુલ ગાંધી સફેદ રંગની હાફ વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળે છે. ભારત જોડો યાત્રા દિલ્લીમાં પ્રવેશી ત્યારે ઠંડીમાં રાહુલ ગાંધીએ ટી-શર્ટ પહેર્યા હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. દિલ્લીની આ ઠંડીમાં પણ રાહુલ ગાંધી અડધા સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'પહેલા યુવાનો 15 વર્ષ સેનામાં ફરજ બજાવતા હતા અને પેન્શન મેળવતા હતા પરંતુ નરેન્દ્ર મોદીએ વિચાર્યુ કે પેન્શન અલગ રાખવામાં આવે. જોઈએ, 6 મહિના ટ્રેન કરો, બંદૂક પકડાવો, 4 વર્ષ સુધી રહો, પછી તમને બહાર ફેંકી દેવામાં આવશે અને તમે બેરોજગાર થઈ જશો. આ નવુ ભારત છે.'

રાહુલ ગાંધીએ કહ્યુ, "આ પછી, જ્યારે યુવાનો રસ્તા પર ઉતર્યા ત્યારે મોદીજીએ કહ્યુ કે જો(વિરોધ દરમિયાન) તમારા ફોટા પાડવામાં આવી, તો તમને સરકારી નોકરી નહીં મળે. ભાજપની નીતિ યુવાનો, ખેડૂતો અને મજૂરોને ડરાવવાની છે.

English summary
Rahul Gandhi reaction on wearing t-shirts, says media doesn't ask why poor children walking without sweater in winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X