રાહુલે આપ્યા સંકેત, તૈયાર છું પીએમ પદ માટે
નવી
દિલ્હી,
15
જાન્યુઆરીઃ
કોંગ્રેસના
પીએમ
પદના
ઉમેદવાર
બનવા
માટેની
આનાકાનીની
શંકાઓને
દૂર
કરતા
રાહુલ
ગાંધીએ
મંગળવારે
કહ્યું
કે,
તે
પાર્ટીના
દરેક
આદેશને
માનશે
અને
પૂરી
ક્ષમતા
સાથે
ભવિષ્યની
જવાબદારીઓનું
નિર્વાહ
કરશે.
હિન્દી
સમાચાર
પત્ર
દૈનિક
ભાસ્કરમાં
મંગળવારે
પ્રકાશિત
પોતાના
ઇન્ટરવ્યુમાં
રાહુલે
કહ્યું
કે,
તેમની
પાર્ટીને
લોકસભા
ચૂંટણી
2014
બાદ
દેશ
હિત
માટે
સત્તામાં
આવવુ
પડશે.
તેનાથી
એવા
કયાસ
લગાવવામાં
આવી
રહ્યાં
છે
કે
રાહુલ
ગાંધી
પીએમ
પદ
માટે
તૈયાર
છે.
તેમણે કહ્યું, ‘ અમે લોકતાંત્રિક સંગઠન છીએ અને અમને લોકતંત્રમાં વિશ્વાસ છે. ભારતમાં લોકો પોતાના જનપ્રતિનિધિઓ થકી પોતાના વડાપ્રધાન પસંદ કરે છે.' અન્ય એક પ્રશ્નનો જવાબ આપતા રાહુલે કહ્યું, ‘હું કોંગ્રેસનો એક સિપાહી છું. મને જે આદેશ મળશે હું તેની સાથે જોડાયેલો રહીશ. કોંગ્રેસ જે પણ મને કહેશે તેને હું પૂરુ કરીશ.' કોંગ્રેસમાં રાહુલને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગે જોર પકડ્યું છે.
પાર્ટીના નેતા અંબિકા સોનીએ મંગળવારે કહ્યું કે, કોંગ્રેસમાં રાહુલને પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગે જોર પકડ્યું છે. સભ્યોનું માનવું છે કે તેમાં એપ્રિલ- મે મહીનામાં થવા જઇ રહેલી લોકસભા ચૂંટણી પાર્ટીની સંભાવના બળવાન હશે. સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યુ કે, પાર્ટી સતત એવુ માની રહી છે કે રાહુલ તેમના સ્વાભાવિક નેતા છે.