ભાજપનો આરોપ - રાહુલ ગાંધીએ રુદ્રાક્ષ પહેરવાનો કર્યો ઈનકાર, સંબિત પાત્રાએ શેર કર્યો Video
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના ઉત્તરાખંડ એકમે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં રાહુલ ગાંધીને રુદ્રાક્ષ(હિંદુઓ દ્વારા ઉપયોગ કરાતી પ્રાર્થનાની માળા) પહેરવાનો ઈનકાર કરતા બતાવવામાં આવ્યા છે. ભાજપ નેતા અમિત માલવીય અને સંબિત પાત્રા સહિત ઘણા નેતાઓએ એ વીડિયોને ટ્વિટ કર્યો છે. અમિત માલવીયએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'આ એ જ(રાહુલ ગાંધી) વ્યક્તિ છે જે ચૂંટણીની બરાબર પહેલા મંદિરોમાં જાય છે. એક જનોઈધારી હિંદુ હોવાનો દાવો કરે છે અને હિંદુ ધર્મના ભાષણ આપે છે.'

સંબિત પાત્રા બોલ્યા - જેમને જાળીદાર ટોપીથી પ્રેમ હોય...
ભાજપે કહ્યુ કે કોંગ્રેસ દરેક ચૂંટણી પહેલા આવુ જ કરે છે. જેવુ કે હમણા પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુર સાથે ફેબ્રુઆરી 2022માં યોજાનાર ચૂંટણી પહેલા આવે છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ પણ આ વીડિયોને ટ્વિટ કર્યો છે. સંબિત પાત્રાએ કહ્યુ, 'જેમને છે જાળીદાર ટોપીથી પ્રેમ, તેમને જ છે રુદ્રાક્ષથી માળાથી ઈનકાર..'

રાહુલ ગાંધીને હિંદુ ધર્મ અને હિંદુત્વનુ જ્ઞાન ઓછુ છે
આરએસએસ(સંઘ)ના વરિષ્ઠ નેતા ઈંદ્રેશ કુમારે ગુરુવારે(16 ડિસેમ્બર)ના રોજ વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પર હિંદુઓ અને હિંદુત્વવાદીઓ પર તેમની લેટેસ્ટ ટિપ્પણીને લઈને નિશાન સાધ્યુ અને કહ્યુ કે આ વિષય પર તેમનુ જ્ઞાન ખૂબ ખરાબ છે. આરએસએસે કહ્યુ, 'રાહુલ ગાંધીને હિંદુ ધર્મ અને હિંદુત્વનુ જ્ઞાન ખૂબ ઓછુ છે.' પત્રકારો સાથે વાત કરીને આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાશી વિશ્વનાથ કૉરિડોરના પ્રવાસ પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની ટિપ્પણી માટે તેમની ટીકા કરી અને કહ્યુ કે તેમણે પોતાની સાથે દેશને અસભ્ય ન બનાવવા જોઈએ.
|
હિંદુત્વ પર રાહુલ ગાંધીએ આપ્યુ હતુ આ નિવેદન
જયપુરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ, 'મને ડર નથી કારણકે હું એક હિંદુ છુ, હિંદુત્વવાદી નથી. જ્યારે હિંદુ ખેડૂત ઉભા થયા તો હિંદુત્વવાવાદીઓએ માફી માંગવી પડી. હિંદુઓ અને હિંદુત્વવાદીઓ વચ્ચેના તફાવતને સમજવો પડશે.' રાહુલ ગાંધીએ કહ્યુ, 'દેશમાં આજે બે શબ્દ છે, હિંદુ અને હિંદુત્વવાદી. હું હિંદુ છુ પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંદી હિંદુ છે, ગોડસે હિંદુત્વવાદી છે. એક હિંદુ પોતાના ડરનો સામનો કરે છે જ્યારે હિંદુત્વવાદી પોતાના ડર આગળ ઝૂકી જાય છે અને તે ડર દુશ્મની પેદા કરે છે. આ હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચેનો તફાવત છે.'