For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ અરુણ જેટલીને યાદ અપાવી રાફેલ પર JPCની ડેડલાઈન, કહ્યું- 6 કલાક જ રહ્યા

બુધવારે રાહુલ ગાંધીએ નાણામંત્રીને સંસદીય સમિતિના ગઠનની માંગણી કરી 24 કલાકમાં તેનો જવાબ આપવાની ચેલેન્જ આપી હતી.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ પર બુધવારે નાણામંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પલટવાર કરી રહ્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ નાણામંત્રીને સંસદીય સમિતિના ગઠનની માંગણી કરી 24 કલાકમાં તેનો જવાબ આપવાનો પડકાર ફેંક્યો હતો. જે બાદ ગુરુવારે રાહુલ ગાંધીએ અરુણ જેટલીને યાદ અપાવ્યું કે એમના સવાલોના જવાબ આપવામાં 6 કલાક જ બાકી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે "ડિયર જેટલીજી રાફેલની જેપીસીથી તપાસ પર જવાબ આપવા માટે આપવામાં આવેલ તમારી ડેડલાઈન ખતમ થવામાં 6 કલાક જ બાકી રહ્યા છે. યંગ ઈન્ડિયા રાહ જોઈ રહ્યું છે. મને આશા છે કે તમે મોદીજી અને અનિલ અંબાણીને એ સમજાવવામાં વ્યસ્ત હશો કે આખરે એમણે તમારી વાત શા માટે સાંભળવી જોઈએ અને તેની મંજૂરી આપવી જોઈએ."

24 કલાકમાં જવાબ આપો

24 કલાકમાં જવાબ આપો

અગાઉ બુધવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'મિસ્ટર જેટલી, રાફેલ રૉબરી પર દેશનું ધ્યાન લાવવા માટે ધન્યવાદ! શું રાફેલ ડીલની તપાસ જેપીસી પાસે કરાવવી જોઈએ? પરંતુ સમસ્યા એ છે કે તમારા સુપ્રીમ લીડર પોતાના મિત્રોને બચાવી રહ્યા છે. માટે આ તપાસ એમના માટે અસુવિધાજનક હોય શકે છે. 24 કલાકમાં જવાબ આપો, અમે રાહ જોઈ રહ્યા છીએ.'

અમિત શાહે આપ્યો જવાબ

અમિત શાહે આપ્યો જવાબ

રાફેલ કવર કરનારા પત્રકારોને મળી રહી છે ધમકીઃ રાહુલ ગાંધી રાફેલ કવર કરનારા પત્રકારોને મળી રહી છે ધમકીઃ રાહુલ ગાંધી

English summary
Rahul Gandhi reminds Arun Jaitley about the Rafale JPC deadline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X