For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને લઈ રાહુલે આપ્યું મોટું નિવેદન

સપા-બસપાના ગઠબંધનને લઈ રાહુલે આપ્યું મોટું નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં જેવી રીતે સપા અને બસપા એકસાથે મળીને આગામી લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની કવાયત કરી રહ્યા છે અને તેમણે કોંગ્રેસની આ ગઠબંધનમાં અવગણના કરી છે, તે બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની ક્ષમતાને લઈ પૂરી રીતે આશ્વસ્ત છે, કોંગ્રેસને રાજ્યમાં ઓછી આંકવી મોટી ભૂલ હશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે સપા અને બસપાએ રાજ્યમાં એકસાથે મળીને ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે.

રાહુલે દેખાડ્યા તેવર

રાહુલે દેખાડ્યા તેવર

જણાવી દઈએ કે સપા-બસપા વચ્ચે સીટની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે. જાણકારી મુજબ બંને પાર્ટી 37-37 સીટ પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 સીટ આપવામાં આવી છે. એવામાં જેવી રીતે કોંગ્રેસને ગઠબંધનમાં સાઈડલાઈન કરી દીધી છે તે બાદ રાહુલ ગાંધીએ પોતાના તેવર સ્પષ્ટ કરી દીધા છે. આ મુદ્દા પર પહેલી વાર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ઘણીબધી રસપ્રદ ચીજ છે, કોંગ્રેસ રાજ્યમાં ભારે દિલચસ્પ કામ કરી શકે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દેશે.

અમારું લક્ષ્ય મોદીને હરાવવાનું

અમારું લક્ષ્ય મોદીને હરાવવાનું

રાહુલ ગાધીએ કહ્યું કે અમારું પહેલું લક્ષ્ય નરેન્દ્ર મોદીને હરાવવાનું છે, અમે રાજ્યમાં ભારે મજબૂત સ્થિતિમાં છીએ. જે રાજ્યોમાં અમે ભાજપની વિરુદ્ધ સીધો મુકાબલો કરી રહ્યા છીએ ત્યાં અમારી સ્થિતિ અતિ મજબૂત છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, તમિલનાડુ, બિહાર એવાં રાજ્યો છે જ્યાં સંભવિત ગઠબંધન થઈ શકે છે. અમે અહીં ગઠબંધનના ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસની યોજના અતિ મજબૂત છે. એવામાં રાજ્યને લઈ અમને પૂરો વિશ્વાસ છે, લોકોને ચોંકાવનારા ફેસલા જોવા મળશે.

અમને ઓછા આંકવા મોટી ભૂલ

અમને ઓછા આંકવા મોટી ભૂલ

રાહુલને જ્યારે પૂછવામાં આ્યુ્ં કે તે સપા અને બસપા વિરુદ્ધ ઉમ્મેદવાર ઉતારશે તો તેમણે કહ્યુ્ં કે અમે ગઠબંધનની કોશિશ કરી રહ્યા છીએ અને વિપક્ષને સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડમાં આ થઈ રહ્યું છે. યૂપીમાં પણ આવી રીતે જ પ્રયાસો ચાલી રહ્યા છે. અમે એકસાથે ચૂંટણી લડીશું અને નરેન્દ્ર મોદીને હરાવીશું. પરંતુ ફરી એકવાર કહેવા ઈચ્છું છું કે કોંગ્રેસને ઓછી આંકડી મોટી ભૂલ હશે.

કોણ છે આ ત્રણ સાંસદ જેમણે આરક્ષણ બિલની વિરુદ્ધમાં કર્યું વોટિંગ કોણ છે આ ત્રણ સાંસદ જેમણે આરક્ષણ બિલની વિરુદ્ધમાં કર્યું વોટિંગ

English summary
Rahul Gandhi's big statement over alliance with SP and BSP in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X