
વિજય સન્માન રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું- દેશ એક થયો, તો 13 દિવસમાં જીતી ગયું 1971નું યુદ્ધ
દેહરાદૂન : કોંગ્રેસે આજે (16 ડિસેમ્બર) ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં વિજય સન્માન રેલીનું આયોજન કર્યું છે. સાંસદ અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રેલીમાં કહ્યું કે, ઉત્તરાખંડ એવું રાજ્ય છે, જ્યાં લોકોએ દેશની સરહદોની સુરક્ષા માટે સૌથી વધુ લોહી આપ્યું છે.
1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની 50મી વર્ષગાંઠ પર યોજાયેલી આ રેલીમાં રાહુલે કહ્યું કે, દેશના દરેક પરિવારે કોઈને કોઈ રીતે તે યુદ્ધમાં ભાગ લીધો હતો. જેના કારણે ભારતીય સેનાએ 13 દિવસમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ વિશાળ સભામાં રાહુલે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શામેલ પૂર્વ સેનાના જવાનોનું પણ સન્માન કર્યું હતું.
વિજય સન્માન રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતે 1971નું યુદ્ધ માત્ર 13 દિવસમાં જીતી લીધું હતું. અમારી જીત માત્ર રાજકીય ઈચ્છાશક્તિ કે સેનાના કારણે નહીં, પરંતુ સમગ્ર દેશની જીત છે. આખો દેશ સંગઠિત હતો અને એકદમ સાથે ઊભો હતો. સામાન્ય પરિવારોએ પૂછ્યા વગર તેમના પૈસા અને ઘરેણાંની મદદ કરી હતી.
પાકિસ્તાનમાં વિભાજન થયું અને તેઓ વિભાજિત થયા. તેથી અમે જીત્યા અને તે હારી ગયા. રાહુલે કહ્યું કે, આ દર્શાવે છે કે, જો આપણે એક થઈશું તો માત્ર પાકિસ્તાન જ નહીં, પણ દુનિયાની કોઈ પણ શક્તિને આપણે હરાવી શકીએ છીએ.

આજે દેશનું વિભાજન થઈ રહ્યું છે
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, આજે દુઃખ થાય છે કે, દેશનું વિભાજન થઈ રહ્યું છે. દેશની જનતાને પોતાની વચ્ચે લડાવવામાં આવી રહી છે. ખેડૂતોને ખતમ કરવા માટેત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા.
નાના વેપારીઓને ખતમ કરવા માટે નોટબંધી અને GSTની રજૂઆત કરવામાં આવી હતી. આ બધું દેશને કમજોર કરવા માટેકરવામાં આવી રહ્યું છે. એક તરફ દેશનું વિભાજન થઈ રહ્યું છે અને બીજી તરફ આર્થિક શક્તિનો નાશ થઈ રહ્યો છે.

દેશ મજબૂત થઈ રહ્યો છે, આ ભ્રમમાં ન રહો
નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે પ્રચાર દ્વારા ગમે તે બોલવામાં આવે, પરંતુ સત્ય એ છે કે, દેશ નબળો પડી રહ્યો છે.
રાહુલ ગાંધીએકહ્યું કે, એવા ભ્રમમાં ન રહો કે દેશ મજબૂત થઈ રહ્યો છે, આ સાચું નથી. કોઈપણ દેશ ત્યારે જ મજબૂત બને છે, જ્યારે તેનો નાગરિક મજબૂત હોય અને આજે આપણાદેશનો નાગરિક નબળો પડી રહ્યો છે.

સોનિયા ગાંધીએ સેનાના યુદ્ધને સલામ કરી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિજય સન્માન રેલી વિશે કહ્યું કે, 50 વર્ષ પહેલા બાંગ્લાદેશના હિંમતવાન લોકોએ પોતાને એક નવું ભવિષ્ય આપ્યું હતું.
ભારતએકતામાં તેમની પડખે ઊભું રહ્યું હતું. વિસ્તૃત માનવતાવાદી સમર્થન, આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કર્યું હતું. પ્રાદેશિક અને વૈશ્વિક મંચ પર પોતાનો અવાજ ઉઠાવ્યોહતો.
બાંગ્લાદેશના સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ. ભારતીય સનદી અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓને યાદ કરીનેબિરદાવવી જોઈએ.
ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને યાદ કરવી જોઈએ અને તેમને સલામ કરવી જોઈએ.