
રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પ્રોત્સાહિત કરતા કહ્યું - 'મને ખબર છે, તમે ક્યારેય પીછેહટ નહીં કરો'
લખનઉ : ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી ઘટનાને લઈને રાજ્યમાં હોબાળો મચી ગયો છે. ખેડૂતોને મળવા જઈ રહેલા નેતાઓને નજરકેદમાં રાખવામાં આવ્યા છે અને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે દિલ્હી-યુપી-ગાઝીપુર સરહદ બંધ કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું
આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ખેડૂતોને મળવા માટે લખીમપુર પહોંચવાના હતા, પરંતુ તેમને હરગાંવ નજીક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાથી રોકવામાં આવતાં ટ્વિટ કર્યું હતું. આ પહેલા તેમણે ખેડૂતોના મોતને લઈને કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું.
प्रियंका, मैं जानता हूँ तुम पीछे नहीं हटोगी- तुम्हारी हिम्मत से वे डर गए हैं।
— Rahul Gandhi (@RahulGandhi) October 4, 2021
न्याय की इस अहिंसक लड़ाई में हम देश के अन्नदाता को जिता कर रहेंगे। #NoFear #लखीमपुर_किसान_नरसंहार
ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં અમે દેશના અન્નદાતાને જીતાડીને જ રહીશું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની બહેન અને સહયોગી પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, પ્રિયંકા, હું જાણું છું કે તમે ક્યારેય પીછેહટ કરશો નહીં - તેઓ તમારી હિંમતથી ડરે છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં અમે દેશના અન્નદાતાને જીતાડીને જ રહીશું.
આ અમાનવીય હત્યાકાંડ જોયા બાદ પણ ચૂપ છે, તેઓ પહેલેથી જ મરી પરવાર્યા છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લખીમપુર ખીરીમાં દુઃખદાયક ઘટના પર સતત ટ્વીટ કરી રહ્યા છે. આ અગાઉ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, જે આ અમાનવીય હત્યાકાંડ જોયા બાદ પણ ચૂપ છે, તેઓ પહેલેથી જ મરી પરવાર્યા છે, પરંતુ અમે આ બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ - કિસાન સત્યાગ્રહ જિંદાબાદ!
જણો શું છે સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.
भाजपा सरकार किसानों को कुचलने की राजनीति कर रही है, किसानों को खत्म करने की राजनीति कर रही है। pic.twitter.com/51R5Kmt41B
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 4, 2021
આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.