• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...

|

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચીન મુદ્દે વધુ એક વીડિયો જારી કર્યો છે. રાહુલ ગાંધીએ સોમવારે વધુ એક વીડિયો જારી કરીને ટ્વિટ કર્યુ કે ચીનીઓએ ભારતીય ભૂમિ પર કબ્જો કરી લીધો છે. સત્યને છૂપાવનારા લોકો દેશદ્રોહી છે. લોકોના ધ્યાનમાં આ લાવવુ એ દેશભક્તિ છે. રાહુલે પોતાની વીડિયો સીરિઝના આ નવા વીડિયો દ્વારા સરકારને ઘેરીને કહ્યુ કે તે ચીનની ઘૂસણખોરી પર જૂઠ નથી બોલવાા ભલે તેમનુ રાજકીય જીવન જ કેમ ખતમ ન થઈ જાય.

ચીની આપણા વિસ્તારમાં ઘૂસ્યા, ઉકળી રહ્યુ છે મારુ લોહીઃ રાહુલ ગાંધી

ચીની આપણા વિસ્તારમાં ઘૂસ્યા, ઉકળી રહ્યુ છે મારુ લોહીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યુ કે એક ભારતીય તરીકે મારી પહેલી પ્રાથમિકતા દેશ અને દેશની જનતા છે. પ્રશ્નઃ એ લોકો વિશે તમારો શું વિચાર છે જે કહે છે કે પ્રધાનમંત્રીને ચીન પર તમારા સવાલ ભારતને નબળા પાડી રહ્યા છે? ઉત્તરઃ એકદમ સ્પષ્ટ છે કે ચીની આપણા વિસ્તારમાં ઘૂસી ગયા છે. આ વાત મને પરેશાન કરે છે. આનાથી મારુ લોહી ઉકળવા લાગે છે કે કેવી રીતે બીજો દેશ આપણા વિસ્તારમાં ઘૂસી આવ્યો?

સાચુ બોલીશ ભલે સંપૂર્ણપણે બરબાદ થઈ જાય રાજકીય કરિયરઃ રાહુલ ગાંધી

સાચુ બોલીશ ભલે સંપૂર્ણપણે બરબાદ થઈ જાય રાજકીય કરિયરઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ કહ્યુ કે જ્યારે તમે એક રાજનીતિજ્ઞ તરીકે ઈચ્છો છો કે હું ચૂપ રહુ અને પોતાના લોકો સાથે ખોટુ બોલુ તો એવુ થવાનુ નથી. મે ઉપગ્રહના ફોટા જોયા છે, મે પૂર્વ સેન્યકર્મીઓ સાથે વાત કરી છે. જો તમે ઈચ્છો છો કે હું જુઠુ બોલુ કે ચીની આ દેશમાં ઘૂસ્યા નથી તો હું જૂઠ બોલવાનો નથી. સ્પષ્ટ કરી દઉ કે હું આવુ કરવાનો નથી. હું ચિંતા નથી કરતો. ભલે મારુ કરિયર ડૂબી જાય પરંતુ હું જૂઠ નથી બોલી શકતો.

સત્ય છૂપાવનારા દેશદ્રોહીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સરકાર પર જૂઠ બોલવાનો આરોપ લગાવીને કહ્યુ કે હું વિચારુ છુ, એ લોકો જે ચીનીઓના આપણા દેશમાં ઘૂસણખોરી વિશે ખોટુ બોલી રહ્યા છે,તે જ લોકો રાષ્ટ્રવાદી નથી. મારા ખ્યાલથી, જે લોકો જૂઠ બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચીની ભારતમાં નથી ઘૂસ્યા. તે એવા લોકો છે, જે દેશભક્ત નથી. એટલા માટે હું સ્પષ્ટ કહુ, હું ચિંતા નથી કરતો કે જો આનુ રાજકીય મૂલ્ય પણ ચૂકવવુ પડે, હું ચિંતા નથી કરતો. ભલે મારુ રાજકીય કરિયર સંપૂર્ણપણે ખતમ થઈ જાય. જ્યાં સુધી ભારતીય ક્ષેત્રનો સંબંધ છે, હું માત્ર સત્ય જ બોલીશ. રાહુલ ગાંધી આની પહેલા પણ ચીન કેસમાં વીડિયો જારી કરીને મોદી સરકાર પર હુમલો કરી ચૂક્યા છે.

બર્થડે ગર્લ કૃતિ સેનનના બાળપણના મૉડલિંગના RARE ફોટા, સુશાંત સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

English summary
Rahul Gandhi says i don’t care if stating truth on China costs my political career
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X