For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મોદી સરકાર પર હુમલા ચાલુ જ છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મોદી સરકાર પર હુમલા ચાલુ જ છે. બુધવારે લોકસભામાં રાફેલ મુદ્દે જોરદાર ચર્ચા બાદ કોંગ્રેસ અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વન ટુ વન ચર્ચાનો પડકાર સુદ્ધા આપી દીધો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે હું પ્રધાનમંત્રી મોદીને ચર્ચાનો પડકાર આપુ છુ, હું તેમની સાથે 20 મિનિટ ચર્ચા કરવા ઈચ્છુ છુ. એટલુ જ નહિ તેમણે રાફેલ ડીલ મુદ્દે એક પછી એક ઘણા સવાલોના જવાબ પણ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા છે.

‘રાફેલનો ભાવ 1600 કરોડનો ક્યાંથી આવ્યો, અરુણ જેટલીએ બતાવ્યો'

‘રાફેલનો ભાવ 1600 કરોડનો ક્યાંથી આવ્યો, અરુણ જેટલીએ બતાવ્યો'

રાહુલ ગાંધી બુધવારે સાંજે લગભગ 6.30 કલાકે કોન્ફરન્સ માટે આવ્યા, તે દરમિયાન તે પૂરી તૈયારી સાથે આવ્યા હતા. આ જ કારણ છે કે આવતાવેંત જ તેમણે અરુણ જેટલીના લોકસભામાં અપાયેલા ભાષણનો વીડિયો સંભળાવ્યો. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યુ, ‘જેટલી કહે છે કે રાફેલના ભાવ અંગે 1600 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? 58000 કરોડે 36થી ગુણવામાં આવે તો 1600 કરોડનો આંકડો ત્યાંથી જ આવ્યો છે.' રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે ગોવાના સીએમે કેબિનેટ મીટિંગમાં કહ્યુ કે મારી પાસે રાફેલ સાથે જોડાયેલી એક ફાઈલ છે. મનોહર પરિકર કઈ વાત માટે દેશના પ્રધાનમંત્રીને બ્લેકમેલ કરી રહ્યા છે?

‘પ્રધાનમંત્રી સાથે રાફેલ પર ચર્ચા કરવા ઈચ્છુ છુ, તેમની પાસે હિંમત નથી'

‘પ્રધાનમંત્રી સાથે રાફેલ પર ચર્ચા કરવા ઈચ્છુ છુ, તેમની પાસે હિંમત નથી'

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું પ્રધાનમંત્રી પાસે રાફેલ અંગે ચર્ચા કરવા ઈચ્છુ છુ. તેમની પાસે હિંમત નથી. રાહુલે કહ્યુ કે અહીં સુધી કે પીએમ મોદી પ્રેસ સામે પણ નથી બેસી શકતા. મીડિયાનો સામનો પણ નથી કરવા ઈચ્છતા. મને પીએમ મોદી સાથે રાફેલ ડીલ પર વાત કરવામાં જરૂર ખુશી થશે. સમગ્ર મામલે કોર્ટનો ચુકાદો સ્પષ્ટ છે કે આ અમારુ ક્ષેત્ર નથી. ચુકાદામાં ક્યાંય કહેવામાં નથી આવ્યુ કે આમાં ભ્રષ્ટાચાર છે. તેમણે કહ્યુ કે ટેપ સાચી છે બીજી પણ આવા પ્રકારની ટેપ હોઈ શકે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સત્ય એ જ છે કે 30 હજાર કરોડ અનિલ અંબાણીને આપવામાં આવ્યા છે અને ચોકીદાર ચોર છે.

પીએમ મોદીના ઈન્ટરવ્યુ પર રાહુલે કરી મોટી ટિપ્પણી

પીએમ મોદીના ઈન્ટરવ્યુ પર રાહુલે કરી મોટી ટિપ્પણી

રાહુલ ગાંધીએ આ દરમિયાન સોમવારે પીએમ મોદીએ આપેલા ઈન્ટરવ્યુ પર નિશાન સાધતા કહ્યુ કે મને કાલે તેમના ઈન્ટરવ્યુમાં એક વાત બહુ આશ્ચર્યજનક અને રોચક લાગી, તે એ હતુ કે પીએમે કહ્યુ કે આરોપ મારી સામે વ્યક્તિગત રૂપે નથી. પીએમ કઈ દુનિયામાં રહે છે? રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે ‘AA' ને પીએમ મોદીએ કોન્ટ્રાક્ટ આપ્યો. જેટલી સચ્ચાઈ છૂપાવશે એટલા સચ્ચાઈ બહાર આવશે. રાફેલ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે પરંતુ સંરક્ષણ મંત્રી કંઈ બોલી નથી રહ્યા. પીએમ નથી બોલી રહ્યા. અરુણ જેટલી બોલી રહ્યા છે.

‘એરક્રાફ્ટ સસ્તા હતા તો તેમની સંખ્યા ઓછી કેમ કરવામાં આવી?'

‘એરક્રાફ્ટ સસ્તા હતા તો તેમની સંખ્યા ઓછી કેમ કરવામાં આવી?'

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે પીએમ મોદી છૂપાઈ નહિ શકે. કોંગ્રેસને એરક્રાફ્ટ વિશે જાણ નહોતી. 28 ઓગસ્ટ 2007ના આરએફપીમાં સ્પષ્ટ લખ્યુ છે કે હથિયાર સાથે શું થશે. રડારથી લઈને મિસાઈલ સુધી. 2019માં કોંગ્રેસની સરકાર આવવા પર તપાસ કરાવીશુ. સમગ્ર પ્રક્રિયાની ધજિયા ઉડાડવામાં આવી છે. પીએમે દરેક સવાલનો જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધી સવાલ કર્યો કે જો અરુણ જેટલી કહી રહ્યા છે કે એરક્રાફ્ટના ભાવ ઘટ્યા તો તેની સંખ્યા કેમ ઓછી કરવામાં આવી છે?

આ પણ વાંચોઃ લિવ ઈન રિલેશનશીપ દરમિયાન સંમતિથી બાંધેલ યૌન સંબંધ રેપ નથીઃ સુપ્રીમ કોર્ટઆ પણ વાંચોઃ લિવ ઈન રિલેશનશીપ દરમિયાન સંમતિથી બાંધેલ યૌન સંબંધ રેપ નથીઃ સુપ્રીમ કોર્ટ

English summary
Rahul Gandhi Says I would very much like to debate one on one on Rafale Deal with PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X