For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિતોને દબાવી રાખવા RSS/BJP ના DNA માં છે: રાહુલ ગાંધી

એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યા છે. આ આંદોલન એક હિંસક રૂપ લઇ ચૂક્યું છે. દલિત સંગઠનો ઘ્વારા કરવામાં આવેલા આંદોલનને હવે રાજનૈતિક પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા પણ દલિત આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે દલિતોને દબાવી રાખવા આરએસએસ/બીજેપી ના ડીએનએસ માં છે.

rahul gandhi

રાહુલ ગાંધી ઘ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું કે દલિતોને ભારતીય સમાજમાં સૌથી નીચે રાખવું આરએસએસ/બીજેપી ના ડીએનએસ માં છે. જેઓ આ વિચાર સામે લડે છે તેમને હિંસા ઘ્વારા દબાવી દેવામાં આવે છે. હજારો ભાઈ બહેન રસ્તા પર ઉતરી મોદી સરકાર પાસે પોતાના અધિકારોની માંગ કરી રહ્યા છે તેમને સલામ છે.

આ પહેલા કોંગ્રેસ પાર્ટી ઘ્વારા એસસી/એસટી કાનૂન પર સુપ્રીમ કોર્ટના આદેશ પર સરકારના રીવ્યુ પિટિશન દાખલ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને તેની સાથે માંગ પણ કરી કે આ વાતની પણ જાંચ થવી જોઈએ કે કોર્ટમાં સરકાર તરફથી પક્ષ સારી રીતે કેમ રાખવામાં નહીં આવ્યો અને સરકાર હારી ગયી.

સુપ્રીમ કોર્ટે 20 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રના એક મામલે એસસી/એસટી એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 દુરુપયોગ પર અંકુશ લગાવવામાં માટે સુપ્રીમ કોર્ટ ઘ્વારા નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એસસી/એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધાયા પછી તરત આરોપીની ધરપકડ નહીં થાય. પહેલા આરોપોની જાંચ સીએસપી સ્તરના અધિકારી કરશે. જો આરોપ સાચા હોય તો જ આગળની કાર્યવાહી થશે.

English summary
Congress president rahul gandhi says oppression of dalits is in the rss sand bjp dna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X